The owner of this guestbook has (temporarily) disabled adding new messages.
Message:

5:01pm 03-07-2010
NAGJI G RABARI AAL
ay limboj jay goga vishwas group tappar dvara akhil rabari night turnament date 12-03-2010 sponsar DAYA BHAI BHURA BHAI RABARI AAYOJAK BHAVESH D RABARI 9913505599 NAGJI G RABARI 9978742767 NAGJI V RABARI 9825178787 RAMU L RABARI 9925109115 ONLY RABARI VIR BHAGT SHINH CRICKET GROUND TAPPAR TA ANJAR KACHCHH
3:56pm 03-04-2010
SHAILESH RABARI
JAY VALINATH
SARVE RABARI SAMAJ NE MARA RAME RAM
10:59pm 02-04-2010
sendhabhai
Jay Sadhi-Lakhu Ma
Anil G. Kalotara(nava) na samaj ne ram ram
Jay Goga Jay Shesh

9:51am 01-28-2010
Dinesh.B.Vadasan
Jay Valinath
પોતાની જાતનું અવલોકન કરતા રહેવું જોઈએ
પરમાત્માનું હંમેશાં સ્મરણ કરવું એ સારી વાત છે. જીવનમાં ઘણી વખત એવો પ્રસંગ આવે છે જયારે આપણે ભગવાનને ભૂલી જઈએ છીએ, પરંતુ જયારે આપણે પોતાની જાતને ભૂલી જઈએ છીએ ત્યારે વધુ જોખમ સર્જાય છે. પોતાની જાતને યાદ રાખવાનો અભ્યાસ સતત ચાલુ રાખવો જોઈએ.
જેવા આપણે આપણી જાતને ભૂલી જઈએ છીએ, કામ, ક્રોધ અને લોભ આપણી ઉપર કબજો જમાવી લે છે. પોતાની જાતને ભૂલી ગયેલો માણસ બેભાન જેવો હોય છે. દુર્ગુણો પણ જાણે છે કે આ વ્યક્તિ ભાનમાં નથી, તેના પર કબજો જમાવી લો, તે કોઇ પ્રતિકાર નહીં કરી શકે.
આપણે ભાનમાં રહીએ તેના માટે સાક્ષી ભાવ કેળવવો પડશે. દરરોજ આ ભાવનો જાગતો રાખવો પડશે કે હું મારો સાક્ષી છું. મારી ચોકીદારી એટલી મજબૂત છે કે અંદરનો ઉલ્લાસ બહાર નહીં જઈ શકે અને બહારની પરેશાની અંદર પ્રવેશી નહીં શકે.
પ્રત્યેક પળે તમારું અવલોકન તમને શાંત રાખશે. આપણે જયારે પોતાને નથી ભૂલતા ત્યારે આપણી સાથે જોડાયેલી વાતોનો સાચો ઉપયોગ કરવાનું શીખી લઈએ છીએ.
જો આપણી પાસે જ્ઞાન આવે છે ત્યારે આપણે સચેત રહીએ છીએ કે તેને આચરણમાં ઉતારી લઈએ. આપણે પવનની હળવી થાપટ, ફૂલની નાની અમથી સુગંધ, પ્રકૃતિના નાનામાં નાના અંશને પણ સંપૂર્ણ રીતે જીવવા લાગીએ છીએ.
મનુષ્યોની વચ્ચે રહેવાના કારણે તમને લાગે છે કે તમે તમારી જાતના સાક્ષી છો, પરંતુ દરેકને એમ લાગે છે કે તમે તેમના માટે જીવી રહ્યા છો અને તેઓ પણ તમારા માટે તેટલા જ મહત્વના છે.
પોતાનું અવલોકન કરતાં રહેવું બીજાની નજરે પોતાપણાની ખાસિયત બની જાય છે. આજના નાસભાગ અને અંગત સ્વાર્થના સમયમાં જો બીજા એ અનુભવ કરી લે કે તમે તેમના છો તો તે એક મોટી સફળતા કહેવાશે.
Dinesh Vadasan/Bhathi Vesan/Amrat Ruppur
9:47am 01-20-2010
Dinesh.B.Vadasan
Jay Valinath
શક્તિનો ઉપયોગ જ્ઞાન અને વિવેકથી કરો
જયારે પણ કોઈના ઉદય કે પતનને જુઓ ત્યારે માત્ર ઉપર-ઉપરથી જોવાને બદલે થોડા ઊંડા ઉતરો. ઉદય કે પતનની પાછળ સંકલ્પશક્તિ અને એની દ્રઢા જરૂર કારણ ભૂત હોય છે. કોઈ પણ વ્યવસ્થા, સર્જન, યોગ્યતામાં જયારે પણ પ્રયોગ થયા છે, તેની પાછળ દ્રઢ સંકલ્પશક્તિની ભૂમિકા રહેલી હોય છે.
હનુમાનજીએ પોતાની સંકલ્પશક્તિને વ્યકત પણ કરી છે અને તેનાં પરિણામ પણ આપ્યાં છે. ચાલો આજે તેઓ જયારે પ્રથમ વખત લંકામાં જવાની તૈયારી કરતા હતા તેની વાત કરીએ: શાંત બેઠેલા હનુમાનને જામવંત સમજાવી ચૂક્યા હતા.
શક્તિ તેમની પાસે જ જળવાય છે, જે તેના સંચાલનની સમજ રાખે છે. જ્ઞાન તથા વિવેક તે શક્તિને સમર્થન આપે છે. જામવંતના સમજાવ્યા બાદ હવે હનુમાનજીનો સંકલ્પ સાંભળીએ. સિંહનાદ કરિ બારહિં બારા. લીલહિં નાધઉ જલનિધિ સારા. સહિત સહાય રાવનહિ મારી.
આનઉ ઇહાં ત્રિકૂટ ઉપારી. જામવંત મૈં પુછઉ તોહી. ઉચિત સિખાવનું દિજહુ મોહી. અર્થાત્ હનુમાનજીએ જણાવ્યું કે હું આ ખારા સમુદ્રને રમતવારમાં જ કૂદી શકું છું અને સાથીદારો સહિત રાવણને મારીને ત્રિકૂટ પર્વતને ઉખાડીને અહીં લાવી શકું છું. હા જામવંત, હું તમને પૂછું છું, તમે મને યોગ્ય શિખામણ આપજો કે મારે શું કરવું જોઈએ. આ પંક્તિઓનો તેવો અર્થ ન લેવો જોઈએ કે તેઓ મોટી વાત કરી રહ્યા છે. તેઓ બોલવા કરતાં કરવામાં વિશ્વાસ રાખે છે. આમ કહીને બજરંગબલિ એ બતાવવા માગે છે કે સરળ શક્તિ શું હોય છે અને તેને કેવી રીતે અમલમાં મૂકવી જોઈએ.
સાથે એ પણ સમજાવી દીધું કે શક્તિને જ્ઞાન અને વિવેકથી કેવી રીતે મર્યાદિત રાખી શકાય. આથી સંકલ્પશક્તિને દ્રઢ કરો અને તેને અંતિમ સ્વરૂપ મારુતિની જેમ આપો.
Dinesh Vadasan/ Bhathi Vesan/Amrat Ruppur
9:43am 01-19-2010
Dinesh.B.Vadasan
Jay Valinath
સમયે-સમયે દાન આપનાર મનુષ્ય શ્રેષ્ઠ છે
મહાકવિ માઘ પર સરસ્વતી અને લક્ષ્મી બંનેની એક સરખી કપા હતી. શિશુપાલવધ જેવી ઉત્કષ્ટ રચનાના રચયિતા માઘ પૈસાદાર હોવાની સાથે ઉદાર મનના હતા. જે તેમના દરવાજે આવતું તે ખાલી હાથ પાછું જતું નહીં. દાન આપતાં-આપતાં માઘનું બધું જ ધન ખલાસ થઈ ગયું.
એક દિવસ તે આ જ સ્થિતિમાં ઘરે બેઠા-બેઠા પોતાની એક કવિતા નવસર્ગ લખી રહ્યા હતા, ત્યારે એક નિર્ધન બ્રાહ્મણ તેમની પાસે આવ્યો અને બોલ્યો, કવિરાજ, તમારું નામ સાંભળીને અવંતિકાથી ચાલીને તમારી પાસે આવ્યો છું. અત્યંત નિર્ધન છું અને પુત્રીના લગ્ન નજીકમાં જ કરવાનાં છે. તમે મારી કોઈ આર્થિક મદદ કરો. માઘ બોલ્યા, બંધુ, અત્યારે તો હું પોતે પણ ભૂખ્યો અને સાધન-સંપત્તિ વગરનો છું. તમને કંઈક આપવાની સ્થિતિમાં નથી. બ્રાહ્મણ નિરાશ થઈને પાછો ફરવા લાગ્યો તો માઘથી રહેવાયું નહીં. તેમણે તેને થોડો સમય રોકાઈ જવા જણાવ્યું અને પોતે અંદર પત્ની પાસે પહોંચ્યા.
પત્નીના હાથમાં અંતિમ નિશાની તરીકે સોનાના કંગન બરયાં હતાં. માધે એક હાથનું કંગન ઉતારી લીધું, ત્યારે પત્નીએ જાગીને પૂછ્યું કોણ ? માઘ બોલ્યા,એક ચોર. પત્ની બોલી, પારકી વસ્તુ લેનારો ચોર હોય છે, પરંતુ તમે તો તમારી પોતાની વસ્તુ લીધી છે. બ્રાહ્મણની દયનીય સ્થિતિ અંગે સાંભળીને પત્નીએ બીજું કંગન પણ ઉતારીને આપી દીધું. માધે બંને કંગન બ્રાહ્મણને આપી દીધાં. બ્રાહ્મણ આશીર્વાદ આપી જતો રહ્યો. એટલે કે ઉદારતાથી વધીને કોઈ જ ગુણ નથી. તે મનુષ્ય શ્રેષ્ઠ છે જે સમયે-સમયે દાન આપતો રહે છે. દાન માટે વસ્તુ કરતાં ભાવના વધુ મહત્વપૂર્ણ હોય છે. દાનવીર મનુષ્ય દેવત્વ પ્રાપ્ત કરી લે છે.
Dinesh Vadasan/Bhathi Vesan/Amrat RupPur
11:48am 01-18-2010
Dinesh.B.Vadasan
Jay Valinath
જીવનમાં પ્રગતિ મેળવવા વિનમ્રતા જરૂરી છે
જીવન દર્શન: સ્વર્ગીય શેષણ્ણા મહાન વીણાવાદક હતા. જયારે પણ શેષણ્ણાથી પૂછવામાં આવતું કે આટલી મધુર વીણા તેઓ કેવી રીતે વગાડી લે છે, તેમનો જવાબ રહેતો કે હું કયાં વીણા વગાડી શકું છે, ખાલી તારોને સ્પર્શ કરી લઉ છું અને હું એકલો જ નહીં, બધા જ તારને હલાવે છે. અમે બધા જ વીણાવાદક પોતાની શકિત અને ક્ષમતાને અનુરૂપ જ વીણા વગાડીએ છીએ.
જે વીણાની ક્ષમતા અનુસાર વીણા વગાડી શકે, એવો કલાકાર હજુ સુધી જન્મ્યો નથી. એક વખત વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડે તેમને પોતાને ત્યાં આમંત્રણ આપ્યું. શેષણ્ણા ત્યાં ગયા અને મહેમાનો સમક્ષ એવી વીણા વગાડી કે બધા જ મંત્રમુગ્ધ થઈ ગયા. ત્યાર બાદ સયાજીરાવ એ બાબતે ચિંતિત થઈ ગયા કે શેષણ્ણાને ભેટ શું આપવી ?
નાણાં, સોના-ચાંદી-ઝવેરાત વગેરે આપવાથી તો શેષણ્ણા અને મહારાજ -મૈસુર બંનેનું અપમાન કહેવાય, કેમ કે તેમની પાસે આ ચીજવસ્તુઓની કમી ન હતી. અંતે તેમણે શેષણ્ણાને અત્યંત કીમતી પાલખી ભેટ આપી અને તેમાં બેસાડીને રાજકીય સન્માન સાથે નગરયાત્રા પણ કાઢી. જયારે તેઓ પાછા મૈસુર આવ્યા તો મહારાજ મૈસુરે જણાવ્યું કે તમે તે પાલખીમાં બેસી રાજકીય સન્માન સાથે જ દરબારમાં આવો.
શેષણ્ણાને આ ઉચિત લાગ્યું નહીં. આથી તેમણે પાલકીમાં પોતાની વીણા મૂકી અને પોતે પગે ચાલીને આવ્યા. જયારે તેનું કારણ પૂછવામાં આવ્યું તો તે બોલ્યા- વીણા મારાથી પણ શ્રેષ્ઠ છે. તેની સાથે જોડાવાના પરિણામે જ મને આટલું સન્માન મળ્યું છે. આ ઘટનાથી બોધપાઠ મળે છે કે ગતિ અને પ્રગતિ વિનમ્રતા અને કતજ્ઞતાની સાચી ભાવનાથી જ મળે છે.
Dinesh Vadasan/Bhathi Vesan/Amrat RupPur
9:49am 01-16-2010
Dinesh.B.Vadasan
Jay Valinath
શ્રદ્ધાના બળે કંઈ પણ હાંસલ કરી શકાય
ઓશ્ચેવ એક પ્રખ્યાત પાઇલોટ હતો. તેના મિત્રો અને અધિકારી તેના કરતબ જોઈને મોઢામાં આંગળા નાખી દેતા હતા. ઓશ્ચેવને પોતાની જાત અને ઈશ્વર પર અતૂટ શ્રદ્ધા હતી. તે માનતો હતો કે સર્વશક્તિમાન ઈશ્વરનો એક અંશ તેનામાં સમાયેલો છે.
એક વખત દુશ્મનો સાથેની લડાઈમાં ઓશ્ચેવ ગંભીર રીતે ઘાયલ થઈ ગયો. તેના બંને પગ કાપવા પડ્યા. તેની દયનીય હાલત જોઈને તેના મિત્રોએ જણાવ્યું પણ ખરું કે હવે તેઓ તેને વિમાન ઉડાડતો નહીં જોઈ શકે. ત્યારે ઓશ્ચેવ સ્મિત આપતાં બોલ્યો, વિમાન ઉડાડવા માટે તો ભગવાને મને જીવતો રાખ્યો છે.
બધાને એમ લાગ્યું કે તે પોતાને દિલાસો આપવા માટે આવું બોલી રહ્યો છે, પરંતુ હોસ્પિટલમાંથી બહાર આવ્યા બાદ ઓશ્ચેવે તુરંત જ નકલી પગ લગાવ્યા અને દિવસ-રાત ચાલવાનો અભ્યાસ કરવા લાગ્યો. તેના મિત્રોએ તેને સમજાવ્યો પણ ખરો કે જે ઘા માંડ માંડ રૂઝાયા છે તે ફરી તાજા થઈ જશે, પરંતુ તે મક્કમ હતો.
મિત્રોએ તેને પાગલ ગણીને જણાવ્યું કે હવે તું કયા બળે વિમાન ઉડાડીશ ? તેણે જવાબ આપ્યો- મારો વિશ્વાસ અને મારી શ્રદ્ધા મારી સાથે છે. થોડા સમયમાં જ તે ઘોડીના ટેકા વગર છૂટો ચાલવા લાગ્યો. તેનો આ દ્રઢ નિશ્ચય જોઈને તેને ફરીથી સૈન્યમાં દાખલ કરવામાં આવ્યો અને ફરી એક વખત તેણે દુશ્મનોના દાંત ખાટા કરી નાખ્યા.
શ્રદ્ધા અને વિશ્વાસના બળે અપંગ ઓશ્ચેવ ફરી વિમાન ઉડાડવા લાગ્યો. ઘટનાનો સાર એ છે કે પોતાની જાત પર વિશ્વાસ અને ભગવાન પર શ્રદ્ધા રાખીને જે કોઈ કાર્ય કરવામાં આવે તેમાં સફળતા જરૂર મળે છે. આથી પોતાની શકિત, યોગ્યતા અને સામર્થ્યને ઓળખો
Dinesh Vadasan/Bhathi Vesan/Amrat RupPur
12:21pm 01-15-2010
Dinesh.B.Vadasan
Jay Valinath
સ્વાર્થને ઓગાળીને સર્વને ચાહવાની વાત આવે ત્યારે જ કુટુંબ સચવાય
સૌરાષ્ટ્રના એક નાના ગામડાંમાં બનેલી ઘટના છે. ગામના પાદરના રસ્તેથી, ખેતર ખેડીને, બે દીકરા સાથે બાપા ઘર ભણી ચાલ્યા આવે છે. બાપાની વાત્સલ્યભરી નજરથી ઉછરેલા બંને દીકરા પણ પ્રેમસભર રહેતા અને આમ, પ્રેમભર્યા અમીથી સિંચાયેલા એમના કસદાર ખેતર પણ મધમીઠાં પાકથી છલકાતા! આ પથકમાં આ કુટુંબ, ખારા દરિયામાં મીઠી વીરડી જેવું, પંકાયેલું હતું.

કાળને કરવું ને બાપા દેવલોક પહોંચ્યા, કારજવિધિ કરીને, બાપાની આંખડીનાં અમીથી સિંચાયેલું કુટુંબ એવું જ રહે માટે, બંને ભાઈઓએ ખેતરના બે ભાગ કર્યા. મોટાએ કહ્યું, તું નાનો છે એટલે તારો હક્ક પહેલો, તને ગમે તે ખેતર તારું, નાનો કહે, મારી ફરજ છે, તમને ગમે તે રાખી લો. બાકીનું મારું. આમ મીઠી રકઝક થઈ. પૂર્વનું મોટાએ રાખ્યું અને પિશ્ચમનું નાનાના ભાગે આવ્યું.

પછીના ઉનાળે, કેરી આવવાનું ટાણું આવ્યું. બંને ભાઈઓ ભેગા થાય. ખેતર તો બે હતા અને બંનેને મળ્યાં, પરંતુ આ આંખો તો એક જ છે. બે ખેતરના શેઢા વરચે છે. મોટો કહે, એમાં શું? જેટલી કેરી ઉતરશે એના બે ભાગ કરીએ. એમ જ થયું. કોઈ કંકાસ નહીં. કચવાટ નહીં. બંનેના હૃદયમાં બાપાએ સિંચેલા અમી એવાં જ ભરપૂર સચવાયેલાં એટલે કીચૂડ-કીચૂડ એવો અવાજ જ નહીં. કાળનો ક્રમ ચાલતો રહ્યો. બંને ભાઈઓ, એક પછી એક એમ, બાપાને મળવા ચાલી નીકળ્યા. એક માગસરમાં અને બીજૉ મહામા!

બંનેનો વસ્તાર હતો. મોટાને ત્રણ દીકરા અને નાનાને એક. પરસ્પર પ્રેમ આ સંતાનોમાં પણ ઉતરી આવેલો. સંપ તો દૂધ-પાણી જેવો. દૂધ ઉપર તાપ આવે એટલે પાણી કહે : હું છું ત્યાં સુધી તને બળવા નહીં દઉ. એક બીજા માટે પાણી પાણી થઈ જાય એવાં. વળી વસંતે વિદાય લીધીને ઉનાળો આવ્યો. આંખે મોર આવ્યા, મરવા આવ્યા, શાખ બેઠીને કેરીના ભારથી આંખો લચી પડી. બે ખેતરને જોડતી આંખો શોભી રહી હતી. વડીલોના આશિષની સરવાણી પવનની લહેરખી બનીને હેત વરસાવતી હતી. આંખો વેફાડો ત્યારે ચારેય ભાઈઓ ટોપલે ટોપલાં કરીને ઠલવાતી કેરીઓ નિહાળી રહ્યાં. મોટાભાઈના દીકરાઓએ દર વર્ષની જેમ બધી કેરીઓનાં બે ભાગ પાડયાં. ત્યાં નાના ભાઈનો દીકરો બોલી ઊઠયો આ શું કરો છો?

મોટાભાઈનો દીકરો કહે : હંમેશની જેમ ભાગ પાડયા. નાનાભાઈનો દીકરો કહે : એમ નહીં, ચાર ભાગ પાડો. આપણે ચાર ભાઈઓ છીએ, આટલું બોલતા એ રડી પડયો. વળી કહે બે ભાગ કરી મને પાપમાં ન પાડો.

હું તો એક છું અને તમે ત્રણ છો. મારાથી તમારા ભાગનું ન લેવાય. અણહક્કનું મારે ન ખપે. ખૂબ રકઝકના અંતે ચાર ભાગ પડયા! બધાની નેહભીની આંખ છલકાતી હતી. નાના દીકરાએ કહ્યું : હવેથી કાયમ માટે આમ જ કરવાનું છે.

આ તો આપણાં શેઢાનો આંબો! એનો છાયો આપણને બધાને મળે. સ્વાર્થને ઓગાળીને જયારે સર્વને ચાહવાની વાત આવે ત્યારે જ આવું વર્તન શકય બને.
Dinesh.B. Vadasan-9377209292/Bhathi Vesan/Amrat Ruppur
7:01pm 01-08-2010
desai.devsinh
jay.chamund jay.chehar jay.goga jay.sadhi rabari samaj ne namstey
9:50am 01-08-2010
Dinesh.B.Vadasan
Jay Valinath
જન્મકુંડળી સરખી : એક નિર્ધન બીજો ધનવાન
મહાત્મા ગાંધીનો જન્મ પૂતળીબાઇની કૂખે થયો, તેજી બચ્ચનની કૂખે અમિતાભ બચ્ચન તો કૌશલ્યા ઘેર રામ જેવા મહાન વિભૂતિ આત્માઓ અવતર્યા. ગાંધી, બચ્ચન, શ્રી રામ કે સચિન તેંડુલકરનો જન્મ થયો ત્યારે શું અન્ય બાળકોનો જન્મ નહીં થયો હોય? પરંતુ અન્ય બાળકો તેમની માફક મહાન બની શક્યા નહીં તેનું મૂળ કારણ તેમનાં સંચિત કર્મ. પૂર્વ જન્મનાં કર્મ અને આ જન્મનાં કર્મનો સરવાળો માનવીને ભાગ્યવાન અને ધનવાન બનાવે છે. જ્યારે આ હિસાબ બાદબાકી (માઇનસ)માં આવે ત્યારે વ્યક્તિ ભાગ્યહીન, નિર્ધન બને છે
સંચિત કર્મોની કમાલ જન્મકુંડળી સરખી એક નિર્ધન બીજો ધનવાન
જ્યોતિષ એટલે જીવનમાં આશાની જ્યોતિ પ્રગટાવવાનું એક અદભૂત શાસ્ત્ર. જ્યોતિષ એટલે શ્રદ્ધા અને વિજ્ઞાનનો સમન્વય. આર્ષદ્રષ્ટા સહદેવ જ્યોતિષશાસ્ત્ર અને જન્મકુંડળીનો મર્મ નીચેના શ્લોક દ્વારા સમજાવે છે.
યસ્ય નાસ્તિ ખલુ જન્મપત્રિકા
યા શુભાશુભ ફલ પ્રદાયિની
અન્ધકં ભવતિ તસ્ય જીવિતં
દીપહીનમિવ મંદિરં નિશિ
અર્થાત્ જેની પાસે શુભાશુભ ફળદર્શક જન્મપત્રિકા નથી તેનું જીવન અંધકારમય અને દીપક વિનાના અંધારાવાળા ઘર જેવું ભેંકાર ભાસે છે.
જ્યોતિષશાસ્ત્ર નવ ગ્રહ, ૧૨ રાશિ અને ૧૨ સ્થાનના સમન્વય દ્વારા તમારા ભાગ્યનું અર્થઘટન કરી તમારા ભાગ્યોદયની સાચી દિશા દર્શાવતું પવિત્ર શાસ્ત્ર છે. માનવીના ભાગ્યનો આધાર તેનાં સંચિત કર્મો અને ચાલુ જન્મના કર્મનો સરવાળો છે.
પૂર્વ જન્મનાં કર્મોના આધારે માનવીના નવા જન્મની યોનિ નક્કી થાય છે. એક જ તારીખ, સમય અને સ્થળે જન્મેલાં અસંખ્ય બાળકોની જન્મકુંડળી એકસરખી હોવા છતાં તે દરેકનું ભાગ્ય અને જીવન જીવવાના સંજોગો અલગ અલગ હોય છે.
મહાત્મા ગાંધીનો જન્મ પૂતળીબાઇની કૂખે થયો, તેજી બચ્ચનની કૂખે અમિતાભ બચ્ચન તો કૌશલ્યા ઘેર રામ જેવા મહાન વિભૂતિ આત્માઓ અવતર્યા. ગાંધી, બચ્ચન, શ્રી રામ કે સચિન તેંડુલકરનો જન્મ થયો ત્યારે શું અન્ય બાળકોનો જન્મ નહીં થયો હોય? પરંતુ અન્ય બાળકો તેમની માફક મહાન બની શક્યા નહીં તેનું મૂળ કારણ તેમનાં સંચિત કર્મ.
પૂર્વ જન્મનાં કર્મ અને આ જન્મનાં કર્મનો સરવાળો માનવીને ભાગ્યવાન અને ધનવાન બનાવે છે. જ્યારે સંચિત કર્મ અને આ જન્મનાં કર્મનો હિસાબ બાદબાકી (માઇનસ)માં આવે ત્યારે ભાગ્યહીન, નિર્ધન બને છે.
ગ્રહોના રહસ્ય, ગ્રહોની અગમ નિગમ ચાલ ગૂઢ, કઠિન અને અઘરી છે. એકસમાન જન્મકુંડળીઓ ધરાવતી વ્યક્તિઓનાં ભાગ્ય અને જીવન તદ્દન અસમાન હોય છે. સોફ્ટવેર કગિં બિલ ગેટ્સના નામથી કોણ અજાણ છે. તેમની જન્મકુંડળીમાં કેમદ્રુમ યોગ છે.
આ યોગ માનવીને દરિદ્ર, ભિખારી બનાવે છે. છતાં બિલ ગેટ્સ અબજોપતિ છે. અપવાદરૂપે આ કુંડળીને ગ્રહોની કમાલ ગણવી પડે.
બિલ ગેટ્સનો જન્મ થયો તે સમય, તારીખ અને સ્થળે અન્ય એક જાતકનો પણ જન્મ થયો પરંતુ તે ભાઇ અત્યારે અતિ દયનીય, દરિદ્ર, કરુણ અને દારુણ જીવન જીવે છે.
કહેવાનું તાત્પર્ય એટલું જ કે જન્મકુંડળીઓ ભલે એક સમાન હોય પરંતુ ભાગ્ય સદાય એક સરખું હોતું નથી. ભાગ્યની રચના માનવીના પૂર્વજન્મનાં કર્મ, સંચિત કર્મના આધારે થાય છે. જન્મકુંડળીઓ એકસમાન હોય પરંતુ ભાગ્ય અસમાન હોય એક ધનવાન બીજો નિર્ધન, એકને મળે નામ અને બીજો થાય બદનામ.
બસ જ્યોતિષશાસ્ત્રની આ જ કમાલ છે. અવલોકન અને સંશોધનના આ શાસ્ત્રમાં તમારું ભાગ્ય ક્યાં છુપાયેલું છે તે દર્શાવે છે તમારી જન્મકુંડળીના ગ્રહો અને તમારી કુંડળીના ગ્રહો એટલે તમારું ભાગ્ય અને ભાગ્ય એટલે સંચિત કર્મો + આ જન્મનાં કર્મોના સરવાળા બાદબાકી.
Dinesh Vadasan /9377209292/Bhathi Vesan/Amrat Ruppur
5:19pm 01-07-2010
Dinesh.B.Vadasan
Jay Valinath
સફળતાની જડીબુટ્ટી
‘૮૫ ટકા નોકરી વ્યકિતને તેના વલણથી મળે છે, જયારે ૧૫ ટકા નોકરી સ્માર્ટ અને આંકડાકીય માહિતી ધરાવનાર વ્યકિતને મળે છે.’ હાવર્ડ યુનિવર્સિટીનો આ ચોંકાવનારો અહેવાલ છે. આશ્ચર્ય છે કે અભ્યાસ પાછળ થતો ૧૦૦ ટકા ખર્ચ આંકડા અને માહિતી ભણાવવા પાછળ જ થાય છે. જે ફકત ૧૫ ટકા જ સફળતા (અને ૮૫ ટકા નિષ્ફળતા) અપાવે છે! ‘કિમ્ આશ્ચર્યમ્ પરમ્?’

બિલ ગેટ્સ તથા ૬૫,૦૦૦ કરોડ રૂપિયાનું સામ્રાજય ઊભું કરી જનાર ધીરુભાઇ અંબાણી અને તેમના જેવા અનેક કોર્પોરેટ જાયન્ટ્સની ઝળહળતી સફળતાનું કારણ તેમનો અભ્યાસ નહીં પણ ‘એટિટયૂડ’ કહેતા વલણ છે. આ યાદીમાં આઇફોન (એપલ)ના સ્ટીવ જોબ્સ અને ફેસબુક.કોમના સર્જક માર્ક ઝુકરબર્ગ (હાવર્ડ ડ્રોપ આઉટ)નો તથા એવા અનેકનો સમાવેશ થાય છે. (એનો અર્થ એવો નથી કે ભણવું અર્થહીન છે. ભણવું જરૂરી છે.) સામાન્યપણે સમાજમાં એવી માન્યતા છે કે ભણતર વગરનું જીવન એટલે વજીર વગરની શતરંજની ચાલ.

માણસ એના વગર પંગુ થઇ જાય. પરંતુ સફળ પુરુષોએ આ વાતને તદ્દન ખોટી પુરવાર કરી છે. ભણવાની, સાંભળવાની, વાંચવાની, ગણતરી કરવામાં ખામી, યાદશકિતની ઊણપ તથા વહીવટી કાર્યક્ષમતાનો સ્પષ્ટ અભાવ વગેરે ‘ડિસ્લેકિસયા’ રોગનાં લક્ષણો છે, ડિસ્લેકિસયા હોવા છતાં ઘણા વિરલાઓએ જીવનમાં ગગનગામી સિદ્ધિઓ હાંસલ કરી છે. તેનું રહસ્ય છે તેમનું વલણ. રિચર્ડ બ્રેન્સન, નેલ્સન રોકફેલર, થોમ વોટસન (આઇ.બી.એમ.ના સી.ઇ.ઓ.), રેમન્ડ સ્મિથ (બિલ એટલાન્ટિકના સી.ઇ.ઓ.), ડૉ. બરૂજ બેનશેરફ (નોબેલ પ્રાઇઝ વિજેતા), બ્રુસ જેનરૂ (ઓલિમ્પિક ગોલ્ડ મેડાલિસ્ટ)... એવી વ્યકિતઓ છે જે ડિસ્લેકિસક હોવા છતાં આજે દુનિયા પર છવાયેલી છે.

રિચર્ડ બ્રેસન એટલે વર્જિન એરલાઇન્સ, વર્જિન કોલા જેવી અનેક અઢળક નફો રળતી કંપનીના માલિક. તેને સોળ વર્ષની વયે ભણવામાં ધબડકો વાળવા બદલ શિક્ષકોએ ધુત્કારી કાઢી મૂકયો હતો. આજે પણ તેની યાદશકિત ખરાબ છે. તેનું મગજ ખરે ટાણે જ બ્લેન્ક થઇ જાય છે. તેની પાસે કોઇ યુનિવર્સિટીની ડિગ્રી નથી. હજી પણ તે અગત્યની બાબતો જેવી કે નામ વગેરે હથેળીના પાછલા ભાગમાં કાળી શાહીથી લખે છે. તેનું ગણિત શૂન્ય કહી શકાય. તેન સમજવામાં ધાંધિયા થાય છે. તેમ છતાં તે કહે છે કે જો મને ગણિત આવડતું હોત, તો મેં કયારેય એરલાઇન્સ શરૂ કરી ન હોત!

આધુનિક મનોવિજ્ઞાનની ડિસ્લેકિસકની યાદીમાં લિયનાર્દો-દ-વિન્સી, માઇકલ એન્જેલો, વિન્સ્ટન ચર્ચિલ, વુડ્રો વિલ્સન, આલ્બર્ટ આઇન્સ્ટાઇન વગેરે દિગ્ગજોનાં નામ આવે છે. તો પછી આ બધા કઇ રીતે દિગ્ગજો બન્યા? પોતાના ઊચેરા વલણથી! વલણ (અભિગમ) એટલે જીવન, પ્રસંગ, ક્રિયા, રોગ, નિષ્ફળતા વગેરે પ્રત્યેની પ્રતિક્રિયા, પગલાં કે ભાવના. કોઇ વ્યકિત કે દેશ આના વગર સંભવી શકે નહીં. કારણ કે અભિગમ કે વલણ વ્યકિત અને રાષ્ટ્રનો સાચો ચહેરો તથા ઓળખ છે.

લંડનની ગટરનાં પાણીને મુંબઇનાં દૂધ કરતાં સુપિરિયર કહેનારા બ્રિટિશરો પોતાને ભારતથી શ્રેષ્ઠ સમજે છે તો બીજી બાજુ ઓકસફર્ડ અને કેમ્બ્રીજના મનાવી બેઠેલા બુદ્ધિજીવી બ્રિટિશરો તો અમેરિકાની કદમબોસી કરવામાંથી ઊચા નથી આવતા. આવું જેકિલ એન્ડ હાઇડ જેવું વલણ બ્રિટનનું તકલાદી અને તકવાદીપણું વ્યકત કરે છે. અત્યારે બ્રિટનમાં બેકારીનો આંક ૫.૮ છે. અર્થાત્ દેશમાં ૨૦ લાખ બેકારો છે અને વઘ્યા કરે છે.

ઇઝરાયલી જાસૂસી સંસ્થા મોસાદે કરેલાં ચાર રોમાંચક ઓપરેશન (ઓપરેશન થીફ, ઓપરેશન અત્તિલા, આરબો સામેનું સકિસ ડે વોર તથા ઓપરેશન જોનાથન) એક રાષ્ટ્ર પોતાનાં ગૌરવ, સીમા અને નાગરિકોની સુરક્ષા માટે કેવું વલણ રાખે છે તેના દિલધડક દસ્તાવેજ છે. બે દાંત તૂટયા પછી હાવર્ડ, યેલ, બર્કલેથી ખદબદતું અમેરિકા હવે ઇઝરાયેલને ‘રોલ મોડેલ’ સમજવા લાગ્યું છે.

આપણા દેશ પાસે બધું જ હોવા છતાં પ્રગતિ ન થવાનું કારણ આપતાં રાષ્ટ્રપતિ અબ્દુલ કલામ ‘ઇગ્નાઇટેડ માઇન્ડ્સ’માં કહે છે. આપણો પ્રશ્ન આ છે. આપણે ત્યાં હવે અભિગમને બદલવાની આવશ્યકતા છે. વ્યકિતની સફળતા-નિષ્ફળતા તેના મનોવલણથી વ્યકત થાય છે. કયારેક બધું જ હોવા છતાં તે જીવનમાં હારી જાય છે તો બીજી બાજુ સર્વસ્વ ખાખ થયું હોવા છતાં વ્યકિત ફિનિકસ પક્ષીની જેમ પોતાની જ રાખમાંથી પાંખો ફફડાવતો ઊભો થઇ હારેલી બાજીને જીતમાં પલટાવી નાખે છે.

ઇ.સ. ૧૯૧૪માં એડિસન ૬૭ વર્ષના હતા. ત્યારે તેમની કરોડો રૂપિયાની ફેકટરીમાં આગ લાગી. આકાશે ચઢતો વર્ષોની કાળી મજૂરીનો ધુમાડો જોઇ એડિસન બોલ્યા, ‘આપણી બધી ભૂલો ભસ્મીભૂત થઇ ગઇ! ભગવાનનો આભાર કે હવે આપણે નવેસરથી શરૂઆત કરી શકીશું!’ આ ગમખ્વાર દુઘર્ટનાના માત્ર ત્રણ અઠવાડિયામાં જ તેમણે ફોનોગ્રાફની શોધ કરી! જયારે વલણ બદલાય છે ત્યારે તેનો વ્યવહાર બીજા કરતાં જુદો તરી આવે છે.

આવી વ્યકિત શીખવાડે છે કે જો પથ્થરનો ઉપયોગ કરતા આવડે તો પથ્થર પણ પ્રક્ષેપણાસ્ત્ર બની જાય છે. એક વખત યુરોપમાં ગોલિયથ નામના અસુરનો ત્રાસ ખૂબ જ વધી ગયો. તે બાળકોને ખૂબ રંજાડે. આવા સમયે સત્તર વર્ષનો કિશોર ડેવિડ તેના ભાઇના ઘરે આવ્યો. તેણે પૂછ્યું, ‘આ અસુરને મારતા કેમ નથી?’ ભાઇઓએ કહ્યું, અને ડેવિડે માત્ર ગોફણની મદદથી ગેલિયથને યમસદન પહોંચાડી દીધો. એક જ અસુર પણ બદલાયેલા વલણથી ઐતિહાસકિ પરિણામ!

યોગીજી મહારાજને એક હરિભકતે બીજા હરિભકતની ફરિયાદ કરતાં કહ્યું, ‘બાપા, આ ચા પીવે છે.’ યોગીજી મહારાજે અલમસ્ત લટકું કરતાં કહ્યું, ‘ગુરુ! હોલ હિંદુસ્તાન ચા પીવે છે!’ યોગીજી મહારાજનો આવો પ્રતિસાદ સાંભળી ફરિયાદી ભકત ઠરી ગયા. જીવનમાં ડગલે ને પગલે આવા અભિગમની આવશ્યકતા છે. અડધો ખાલી ગ્લાસ કે અડધો ભરેલો ગ્લાસ! અડધો ખાલી કે અડધો ભરેલો એ વાત જવા દો, પણ એવું તો સમજો કે ગ્લાસ તો છે ને. છે તો પૂરેપૂરો ભરાશે. બસ! અભિગમનો ફરક છે. તે બદલાય તો જીવન બદલાય.

તે બદલાય તો જીવન મળી જાય. તે બદલાય તો મનુષ્ય મૃત્યુના મુખમાંથી પાછો ફરે ને નવજીવન મળે. ડૉકટરોનાં કિલનિકમાં કે હોસ્પિટલમાં ભીંતે ટીંગાડેલો એક ફોટો બધાએ જોયો હશે. એક નાનો બાળક મોઢા પર આંગળી મૂકે છે અને કહે છે. તેમાંથી લોકો એક એવો અર્થ કરે છે કે અહીં મૃત્યુ જીવનને કહે છે કે તું ચૂપ થઇ જા. પણ સાચો ભાવ, સાચો અભિગમ એ છે કે અહીં જીવન મૃત્યુને કહે છે કે તું શાંત થઇ જા. આવો અભિગમ જીવન જીવવાની જડીબુટ્ટી છે.
Dinesh Vadasan /9377209292/Bhathi Vesan/Amrat Ruppur
1:43pm 01-01-2010
Anil Desai
Happy New Year!!
12:59pm 01-01-2010
SHAILESH RABARI
serve rabari bhaione nava varah na rame ram
from:shailesh desai
B.Sc.Agri(final year)
dantiwada
AT&POST:sanodarada
TA&DISTATAN
8:09pm 12-29-2009
jigar aal (NADIAD)
Jay Vadwala
sara janva jeva mail id par mokalva req...
Jay Goga
Messages: 241 until 255 of 518.
Number of pages: 35
Newer14 15 16 [17] 18 19 20Older