The owner of this guestbook has (temporarily) disabled adding new messages.
Message:

1:32pm 12-15-2009
Dinesh.B.Vadasan
Jay Valinath

સુવાક્યો

1] ઉતાવળે પરણીને આપણે નિરાંતે પસ્તાઈએ છીએ !

[2] ભેગા થવું એ શરૂઆત છે, ભેગા રહેવું તે પ્રગતિ છે, પરંતુ ભેગા મળી કામ કરવું તે સફળતા છે.

[3] ‘નથી’ તેની ચિંતા છોડશો તો ‘છે’ તેનો આનંદ માણી શકશો.

[4] જીભ કદાચ તોતડી હશે તો ચાલશે, પરંતુ તોછડી હશે તો નહિ ચાલે.

[5] મેળવજો નીતિથી, વાપરજો પ્રીતિથી, ભોગવજો રીતિથી, તો બચી જશો દુર્ગતિથી.

[6] દુશ્મન કરતાં દોસ્તને માફ કરી દેવાનું કામ વધુ કપરું છે…!!

[7] જરૂર કરતાં વધારે જમવું એટલે સ્મશાનમાં જવું !

[8] પત્નીની વાત પતિ ખરેખર સાંભળતો ત્યારે હોય છે, જ્યારે પોતાની પત્ની ઉચ્ચારતી ન હોય તેવો શબ્દેશબ્દ એ સમજી જતો હોય !

[9] લગ્ન જીવન સફળ બનાવવા માટે અનેક વાર પ્રેમમાં પડવું જરૂરી છે –( હંમેશા એની એ વ્યક્તિ સાથે.)

[10] માતાનું હૈયું એ શિશુની શાળા છે.

[11] એક કુટુંબનું જે નિર્માણ કરે છે ને તેને ટકાવી રાખે છે, અને જેના હાથ હેઠળ બાળકો ઊછરીને ખડતલ ને ચારિત્ર્યવાન નરનારીઓ બને છે, તે નારીનું સ્થાન એકમાત્ર ઈશ્વરની પછી આવે છે.

[12] સફળતાની સડક એવા પુરુષોથી ભરચક હોય છે – જેમને પીઠ પાછળથી એમની પત્નીઓ આગે બઢાવતી હોય છે.

[13] સર્જનહારની સમસ્ત સૃષ્ટિમાં સુંદરમાં સુંદર ને સૌથી દિવ્ય છે બાળકો.

[14] પ્રાણ એ પ્રથમ ભેટ, સ્નેહ એ બીજી અને સમજણ એ ત્રીજી.

[15] વસ્તુની નજીક જઈએ એટલે એનું સૌંદર્ય પ્રગટ થાય છે, પણ એનું કાવ્ય તો દૂરથી જ ખીલે છે.

[16] માણસ ફુલાવાનું જલ્દી સ્વીકારે છે, યોગ્ય રીતે પણ સંકોચાવાનું નહીં !

[17] સૌને મન ભરીને માણવું છે, જીવવું છે- પણ મન ક્યારેય ભરાતું નથી, પેટની જેમ !

[18] વ્યક્તિની પ્રસન્નતા એની આંતરિક સુંદરતા દર્શાવે છે, વિચારો એના મનોજગતના આંદોલનોની સ્થિતિ બતાવે છે અને વર્તન એનાં હૃદયની ભાષા વ્યકત કરે છે.

[19] મનની વિચાર દષ્ટિને પણ મોતિયો આવે છે ખરો !

[20] જીવનનો પહેલો સંઘર્ષ મન સાથે કરવો પડે છે. કારણ કે એને નકારાત્મક વલણનો સહેલો રસ્તો જ પસંદ છે.

[21] માણસને મોતથી વધુ એનાં ‘ડર’ ની બીક લાગે છે !

[22] આદત ધીમેધીમે જરૂરિયાત બની જાય ત્યારે માનવીની મજ્બૂરી જીવનને મૂરઝાવી દે છે.

[23] પૃથ્વી પર લહેરાતાં ફૂલો, ફૂલો પર રહેલાં ઝાકળબિંદુઓ અને બાળકો ઈશ્વરના દસ્તખત છે.

[24] માણસનો વ્યવહાર અને વૃત્તિઓ એનું દર્પણ છે.

[25] આત્મપ્રશંસા જેવું કોઈ ઝેર નથી, આત્મનિંદા જેવું કોઈ અમૃત નથી !

[26] ખાઈમાં પડેલો બચી શકે, પણ અદેખાઈમાં પડેલો ન બચી શકે !

[27] પુરુષના જીવનમાં અહંકાર અને સ્ત્રીના જીવનમાં અલંકાર તોફાનો સર્જે છે.

[29] જે આળસુ છે તેને માટે જ ભગવાને આવતીકાલ સર્જી છે !

[30] માણસ હોંશિયાર છે કે નહીં તે એણે આપેલા જવાબ પરથી આપણે કહી શકીએ. એ શાણો છે કે કેમ તે એના સવાલો પરથી !

[31] લગ્ન પહેલાં તમારી આંખો ખૂબ ઉઘાડી રાખજો, અને પછી અરધી મીંચેલી.

[32] જગતમાં માત્ર બે જ વ્યક્તિ મૂર્ખ છે. એક નિંદા કરનારી અને બીજી, રસપૂર્વક નિંદા સાંભળનારી !
Dinesh Vadasan 9377209292/Bhathi Vesan/Amrat RupPur/All F.
5:48pm 12-14-2009
desai ramesh
jay valinath ki jay
2:52pm 12-14-2009
bharat rabari
જય વાળીનાથ જય ગોગા જય વાદળી માં

ઇશ્વરનો ન્યાય પણ કેવો!

ઘણાં વર્ષો પહેલાની વાત છે. એક સુંદર નદીને કાંઠે સાધુ મહારાજની ઝુંપડી હતી. તેઓ નજીકના ગામમાં જઇને ભિક્ષા માંગી આવતા.આ રીતે તેમનુ ગુજરાન ચાલતુ હતુ. નદીના કાઠે એક માછીમાર રહેતો હતો.તે આખો દિવસ મહેનત કરીને માછલીઓ પકડતો અને પછી તેને નજીકના નગરમાં વેચી આવતો.આ રીતે ગુજરાન ચાલતુ હતુ. એક દિવસ નદીના કિનારે સાધુ પોતના કપડાં ધોતા હતા ત્યારે તેમના ખેસમાં માછલી ભરાઇ ગઇ. માછલી પાણી બહાર આવી જતાં તે તરફડીને મરી ગઇ. મહારજે જ્યારે કપડું ખોલીને જોયું તો મરેલી માછલી જોઇને તેમને દુઃખ થયું.
સાધુ મહારાજથી આ રીતે ભુલથી પાપ થઇ જતા તેઓ મનમાં પસ્તાવો કરવા લાગ્યા. પરતું તેમની સામે કિનારે માછીમાર માછલીઓ પકડતો હતો. તેને જોઇને તેમને મનમાં થયુ કે આ માછીમાર દરરોજ માછલીઓ પકડે છે તો તેને પાપ જેવુ કાંઇ મનમાં નથી.મારાથી તો ભુલથી એક માછલી મરી ગઇ છે તો પછી પાપ મને ક્યાથી સ્પર્શે?
ઇશ્વરની ગતિ પણ કેવી ન્યારી હોય છે અચાનક પેલો માછીમાર મ્રુત્યુ પામ્યો. તેને નરકમાં લઇ જવાને બદલે સ્વર્ગ મળ્યુ. થોડા સમય પછી સાધુની જીવનલીલા પણ સંકેલાઇ ગઇ. સાધુ સ્વર્ગના દ્રારે પહોચ્યા. તેમણે જોયુ કે પેલો માછીમાર ત્યાં રહીને મજા કરતો હતો. સાધુને થયુ કે માછીમારે આખી જિંદગી પાપ જ કર્યાં છે છતાં પણ તેને સ્વર્ગ મળ્યુ છે. જ્યારે મેં તો એક જ વાર પાપ કર્યુ છે. આવુ તેઓ મનોમન વિચારી રહ્યા હતા ત્યારે જ ઇશ્વરે હુકમ કર્યો કે આ સાધુને નરકનુ દ્રાર બતાવી દો. આ સાભળીને સાધુ ચિતિત થઇ ગયા.સાધુએ ઇશ્વરને પ્રશ્ન કર્યો કે મારાથી તો એક જ પાપ થયુ હતુ તો પણ મને તમે નરકમાં ધકેલી રહ્ય છો? આ સાભળીને ઇશ્વરે કહ્યુ કે તે ભોળો અને સાચો ઇન્સાન હતો. માછીમારી એ તો તેનો રોજગાર હતો. જયારે તમે સાધુ થઇને પણ દિલથી કપટી હતા. આથી મારો ન્યાય પણ કેવો અદભુત છે.

!!જય વાદળી પરિવાર!!

ભરત રબારી(દશાવાડા)
2:56pm 12-12-2009
bharat rabari
જય વાળીનાથ જય ગોગા જય વાદળી મા
૧. સ્વ અને પર નુ સંપુણૅ ભાન રહે ,તેને સમાધિ કહેવાય

૨. પરિસ્થિતિને બદલનાર પોતના ભાગ્યને પણ બદલી શકે છે.

૩. લક્ષ્મીજી સાહસિક માણસને વરે છે.

૪. આત્મા માટે જીવ્યા,તે પુણ્ય છે ને સંસાર માટે જીવ્યા તે નર્યુ પાપ છે.

૫. સમયની કસોટી પર જ મનુષ્યના આત્માની પરીક્ષા થાય છે.

૬. પ્રાર્થના અવચેતન મનને મજબુત કરવાની પ્રક્રિયા છે.

૭. નિષ્ફળતા અપરાધ નથી, નિક્રુષ્ઠ ધ્યેય જ અપરાધ છે.

૮. દયાશીલ અતઃ કરણ પ્રત્યક્ષ સ્વર્ગ છે.

૯. પુસ્તક પ્રેમી સૌથી વધુ શ્રીમંત અને સુખી હોય છે.

૧૦. પ્રવ્રુતિમાં નિવ્રુતિ, એ જ સાચી નિરવ્રુતિ છે.

૧૧. મુર્ખ મિત્ર કરતા બુધ્ધિમા શત્રુ સારો હોય છે.

૧૨. વિવેક માનવીનો સૌથી મોટો મિત્ર છે.

૧૩. માતાપિતાને સદાચરણથી સંતોષે એજ સાચા સંતાન.

૧૪. ક્ષમા વીરોનુ આભૂષણ છે.

૧૫. કલા તો સત્યનો શુંગાર છે.

૧૬. આરાધના ના થાય તેનો વાધો નથી, પણ વિરાધના ના કરશો.

૧૭. કદરુપા મન કરતા કદરુપો ચહેરો સારો.

૧૮. અહમનુ પ્રદુષણ મનને મેલુ બનાવે છે.

૧૯. અનુભવ એ દરેક માણસે પોતની ભુલોને આપેલુ નામ છે.

૨૦. જેણે મનને જીત્યુ છે તેણે જગતને પણ જીત્યુ છે.

!! જય વાદળી પરિવાર!!

ભરત રબારી(દશાવાડા)
2:06pm 12-12-2009
bharat rabari
જય વાળીનાથ જય ગોગા જય વાદળી મા
માનવતા એ જ ખરો ધમૅ
જગતમા આવેલા પરીવતૅને આપના સમાજમાં પણ અનેક પરીવતૅનો આણ્યા છે. તેથી આપણા સામાજિક, આથિકૅ, અને કૌટુબિક,વ્યવહારો પર ગંભીર અસર પડી છે.મોટા શહેરોની વાત જવા દઈએ પણ નાના નાના ગામડઓમાં આજે બાપ દીકરાના ખોરડાઓ અલગ અલગ જોવા મળે છે.આપણામાં રહેલી માનવતાને મારી નાખી છે.પહેલાના સમયમાં આપણામાં પરોપકારની ભાવના, એકબીજાને સુખ-દુખમાં મદદ કરવાની પરંપરા, સાથ અને સહકાર આપવાની તત્પરા જોવા મળતી હતી પણ કબનસીબે પૈસાની ભુખ અને સ્વાર્થીપણાએ આપણી ધાર્મિક અને સાંસ્ક્રુતિક પરંપરાને વિસરાવી દીધી છે.
તાજેતરમાં સુરત- મુંબઇ હાઇવે પર એક મહિલાની લાશ કલાકો સુધી છુંદાયેલી હાલતમાં પડી રહી હતી . આ અજાણી મહિલાને વહેલી પરોઢે કોઈએ ટક્કર મારી હતી.તે પછી કલાકો સુધી સેંક્ડો વાહનો તેના પરથી પસાર થતા હતા,તેની લાશને છુંદતા જ ગયા, ગાડીઓ પસાર થતી રહી પણ કેટલા નિષ્ઠુર માનવીઓ !!! એક મ્રુત મહિલાની લાશનો મલાજો ના જાળવી શક્યા.કદાચ આપણામાં રહેલી મારે શું? ની ભાવનાએ આપણને નિબૅળ બનાવી દીધા. આપણી હીંદુ સંસ્ક્રુતિ પ્રમાણે નારીને એક શક્તિ ગણી તેનુ માન સન્માન કરીએ છીએ. ઘણા લોકોમાં આજે પણ સ્ત્રી દાક્ષિણ્યની ભાવના જોવા મળે છે ત્યારે આવુ બેજવાબદાર વર્તન, નિષ્ઠુર વલણ આપણે કેવા થઇ ગયા છે. આપણી જાત, કહેવાતી પ્રગતિ , વાહ વાહ અને પ્રતિષ્ઠાને ઝાંખપ અને બટ્ટો લાગી ગયો છે. અકસ્માતના આવા તો અનેક કિસ્સાઓ વાંચતા રહ્યા છે પરંતુ આ કિસ્સો સૌથી જુદા પ્રકારનો છે.
જવાબદારીમાંથી છટકી જવાના અને મારે શુ લેવાદેવા ની પલાયનવાદી વ્રુતિના કારણે આપણે આટલા બધા લાગણી શૂન્ય બની ગયા છે. પૈસાની મોહમાં આપણે સ્વાર્થી અને ગુલામ બની ગયા છે. આપણી સવેદનાઓને બોદી બનાવી દીધી છે. શું આપણી પાસે કોઇ અજાણી વ્યક્તિના મ્રુત શરીરને કે તરફડી રહેલા કોઇ અજાણ્યા શરીરને દવાખાના સુધી પહોચડાવાની નૈતિક ફરજ નથી? તેનો મલાજો જાળવવાની ફુરસદ નથી?
!! જય વાદળી પરિવાર!!

ભરત રબારી(દશાવાડા)
12:09pm 12-11-2009
Dinesh.B.Vadasan
Jay Valinath
દેવાયત પંડિત
આગમવાણી
ભુતકાળને જાણવો, વર્તમાનકાળના પાયારૂપ ભુતકાળને ઉકેલવો એ એક માનવસહજ ઈચ્છા છે. સંભવ છેકે ભુતકાળને જાણવાનું માનવીનું આકર્ષણ પોતાની અને સૂષ્ટિની ઉત્પતિની રહસ્યમયતાને કારણે થયુ હોય. બાળકમાં પણ થોડી સમજશક્તિનો વિકાસ થતા એને પહેલો પ્રશ્ન એ જ થાય છે કે 'હું કયાંથી આવ્યો ?' પછી ક્રમશ: માનવીને પોતાની પરિમિત શક્તિ અને ક્ષણભંગુરતાનુ ભાન થતા એણે કોઈ વિરાટ સર્વશક્તિમાન, સર્વવ્યાપી, અજર, અમર એવા સ્વયંભુની કલ્પના કરી.

ભકતો અને સંતોએ પુરાણોની અને શાસ્ત્રોની અટપટી વ્યાખ્યાઓમાં જકડાઈ રહેલી ઉત્પતિકથાઓને ભજનમાં ઉતારીને લોકગમ્ય કરી. આગમનાં ભજનમાં પણ મુખ્યત્વે બે પ્રકાર કહી શકાય. એક તો જેમાં પૂથ્વીની ઉત્પતિકથા અથવા જુના યુગને અનુલક્ષીને ભજનો રચાયા હોય તે અને બીજો જેમાં ભવિષ્યને અનુલક્ષીને ભજનો રચાયા હોય તે. જેમાં ભવિષ્યને અનુલક્ષીને રચવામાં આવેલા ભજનને સાચા આગમ કહેવાય છે. આવા ધારદાર ભજનો રચનાર દેવાયત પંડિતના જીવનની મધુર પળો જાણીએ. દેવાયત પંડિત સૌરાષ્ટ્રની સમૂધ્ધ ભજનવાણીના નક્ષત્ર છે તથા લોકહૃદયમાં તેમની ચાહના અતુટ છે.

[ફેરફાર કરો] જન્મ અને બાળપણ
આગમનાં ભજનનાં રચયિતાઓમાં મુખ્ય ગણાય છે દેવાયત પંડિત. આગમ તો દેવાયત પંડિતના એમ લોકોમાં કહેણી થઈ ગઈ છે. બીજુ સ્થાન આવે છે સરવણ ઋષિનું અને ત્રીજુ સ્થાન સહદેવ જોષીનું. આમ દેવાયત પંડિતને આગમવાણીના આરાધક કહેવાય છે. દેવાયત પંડિતનો જન્મ ભારત દેશનાં ગુજરાત રાજ્યનાં જુનાગઢ જિલ્લાનાં વંથલી ગામે એક મધ્યમ વર્ગનાં બ્રાહ્મણ કુંટુંબમાં થયો હતો. તેમના માતા પિતા ધર્મપારાયણ હતા જેથી દેવાયતમાં નાનપણથી જ ભગવાનમાં આસ્થા અને પોતાના માતાપિતાનાં સંસ્કાર ઉતરેલા હતા. તેમના પિતા ગામમાં ગોરપદુ કરતા હતા. આ ઉપરાંત ગામમાં આવેલા સાધુસંતોને જમાડવા અને ધર્મોપદેશ આપવો એ તેમની મુખ્ય નેમ હતી. કહેવાય છે કે દેવાયત પંડિતની નાની ઉંમરમાં જ તેમના માતાપિતાનું અવસાન થયેલુ. આમ છતા દેવાયત પોતાના પિતાનાં સંસ્કારોને વળગી રહીને સાધુસંતોની સેવા કરતા હતા.

[ફેરફાર કરો] ગુરુનું મિલન અને ગુરુ ઉપદેશ
એક દિવસની વાત છે કે દેવાયત પંડિત સાધુસંતોના સંઘ સાથે તરણેતરનાં મેળામાં જાય છે. મેળામાં ઘણા બધા સાધુસંતો અલગ અલગ જગ્યાએથી આવ્યા હતા. અને ધર્મની ચર્ચામાં વ્યસ્ત હતા તેવામાં એક મહાત્માનાં પ્રભાવ નીચે દેવાયત આવતા તેના માનસ ઉપર વિશેષ છાપ પડી હતી. તે જ સમયે દેવાયતનું મન સંસાર ઉપરથી ઉતરી જઈને વૈરાગ્ય તરફ ખેંચાવા માંડ્યુ. આમ તે તરણેતરનાં મેળામાંથી પાછા ફરાતા વંથલીની બદલે ગિરનાર આવી ગયા. ગિરનારની અડાબીડ ઝાડીનાં માર્ગોમા ફરવા લાગ્યા અને સાધુઓની જગ્યામાં સેવા કરવા લાગ્યા. તેમણે ગિરનારની પાવન ભુમીમાં ઘણા દિવસો ગાળ્યા પરંતુ પોતાની મુંજવણનું સમાધાન થતુ ન હતુ કે પોતાના પ્રશ્નોનું નિરાકરણ થતુ ન હતું. તેવામાં એક દિવસ શોભાજી કરીને એક સંતનો મેળાપ થયો અને તેમણે દેવાયતનાં મનની ભ્રમણા ભાંગી.

દેવાયતને શોભાજીનાં સાનિધ્યમાં ખુબજ રસ પડવા લાગ્યો હતો. પોતાના દરેક પ્રશ્નનું નિરાકરણ વ્યવસ્થિત ઉદાહરણ દ્વારા સમાધાન કરનારને પોતાના અંતરમાં સ્થાન મળવા લાગ્યુ હોય તેવો તેને અનુભવ થવા લાગ્યો હતો. આથી એક દિવસ દેવાયતે શોભાજીને પોતાના શિષ્ય તરીકે સ્વીકારવા અને પોતાને કંઠી બાંધવા કહ્યુ. શોભાજીએ દેવાયતને અંતરથી જાણી લીધા હતા અને પરીક્ષા પણ કરીને ચકાસી લીધા હતા. તેથી શોભાજીએ દેવાયતને કંઠી બાંધીને ઉપદેશ આપતા કહ્યુકે તમો સાધુ બનો તેના કરતા સંસારમાં રહેશો તો ધર્મથી વિમુખ થતા જતા સંસારને ભક્તિની પ્રેરણા આપશો તે વધારે અસરકારક રહેશે. તેથી શોભાજીએ દેવાયતને ગૃહસ્થ જીવન ન છોડવા અને સંસારનાં ધર્મો બજાવતા બજાવતા આધ્યાત્મિક માર્ગે આગળ વધવાનો આદેશ આપ્યો. આથી પોતાના ગુરુનો ઉપદેશ સ્વીકારી દેવાયત કાશી ગયા હતા.

[ફેરફાર કરો] યુવાનીકાળ અને લગ્નજીવન
પોતાના યુવાનીકાળમાં જ તે ધર્મનાં રસ્તે ચડી ગયા હતા. પોતાના ગુરુનો ઉપદેશ મળતા કાશી ગયેલા દેવાયત, શાસ્ત્રોનો અભ્યાસ કરીને ખુબજ વિદ્વાન બની ગયા. જ્યાં ધર્મશાસ્ત્રોનાં અભ્યાસમાં ઉચ્ચ પદવી પ્રાપ્ત કરીને તેઓને પંડિતનું બિરૂદ મળ્યું હતુ. આમ પોતાની નાની ઉંમરમાં જ તે આધ્યાત્મિકતામાં આગળ વધતા હતા. સમય જતા તેમનાં ગુરુનાં વચને તેમણે દેવળદે' સાથે લગ્ન કર્યા અને પરણીને ગૃહસંસાર શરૂ કર્યો.

દેવાયત પંડિતે સૌરાષ્ટ્રના પાંચાળ પ્રદેશમાં આશ્રમ સ્થાપેલો. જયાં તેઓ ધાર્મિક પ્રવૃત્તિઓ કરતા તેમજ લોકોને જ્ઞાન તેમજ ઉપદેશ આપતા હતા. તેમની સાથે તેમના પત્ની પણ ધર્મપારાયણ હતા અને પોતાના પતિ દેવાયતને દરેક ક્ષેત્રમાં સાથ આપતા હતા. સમયનાં વહેણ સાથે તેમના જ્ઞાન અને કીર્તિ અનેક ગણા વધ્યા. આમ પોતાની કીર્તિ વધતા દેવાયત પંડિતને મોટાઈનો ગર્વ ચડવા માંડયો હતો. દેવાયતનાં પત્ની દેવળદે'એ પોતાના પતિનો અહમ્ ઉતારવાની ઘણી કોશિષો કરી જોઈ, પણ તેમાં નાકામિયાબ રહ્યા. એક દિવસ દેવાયત પંડિતે દેવળદે'ના ચારિત્ર્ય ઉપર શંકા કરી. દેવળદે' સ્ત્રી હતા પણ પોચા ન હતા. તે સ્વમાની, ધૈર્યવાન અને હિંમતવાન હતા જેથી તે પોતાના પતિનું ઘર ત્યજીને ચાલી નીકળ્યાં.

[ફેરફાર કરો] દેવતણખીએ અહમ્ ઓગાળ્યો
દેવાયત પંડિતનાં પત્ની ઘર છોડીને ચાલ્યા ગયા હતા. શરૂઆતમાં દેવાયત પંડિતને દેવળદેનો વિરહ ન સાલ્યો, પણ પછી ધીમે ધીમે પત્ની વિનાનું જીવન શું છે તેની જાણ થવા લાગી. પોતાની ભજનવાણીની સાધનામાં દેવળદેનો કેટલો મોટો સહયોગ હતો તેનું ભાન થયું. જેથી દેવાયત પણ અંદરથી વિલાપ કરતા હતા. કેટલાક સમય બાદ દેવાયત પંડિતને દેવળદેનો વિયોગ વસમો થઈ પડયો. પંડિતાઈની પ્રતિષ્ઠા એક બાજુ રાખીને પોતાના શિષ્યો સાથે દેવળદેને શોધવા નીકળી પડયા.

દેવળદેની શોધમાં નીકળેલા દેવાયત પંડિત ગિરનાર તરફ જાય છે. રસ્તામાં મજેવડી ગામ આવ્યું. નદીના પટમાં ગાડાની લોખંડની ધરી ભાંગી ગઈ. મજેવડીનાં લુહાર ભકત દેવતણખી પાસે મરામત માટે બે શિષ્યો ધરી લઈને ગયા. જોગાનુજોગ તે દિવસે એકાદશી હતી. જેથી દેવતણખીએ કોઢ ચલાવવાનો નમ્રતાપૂર્વક ઈન્કાર કર્યો. પંડિતાઈનાં ગર્વથી ફુલાયેલા દેવાયત પંડિત, શિષ્યોના કહેવાથી કોઢ પાસે આવ્યા. ગરજ વરતી ધમણ ચલાવી. લાલચોળ થયેલા ધરીના ટુકડા દેવતણખી ભગતે એરણ ઉપર રાખ્યા. દેવાયત પંડિતે તેના ઉપર ઘણનો ઘા માર્યો. જેથી એક જ ઘાએ એરણ જમીનમાં ઊતરી ગઈ. હવે થયુ એવુકે એરણ જમીનમાં ખુંચી ગઈ જેથી ટુકડાને રાખવો કયાં તે પ્રશ્ન આવ્યો આથી દેવતણખીએ લાલચોળ ટુકડાને પોતાના ઘુંટણ ઉપર ટેકવી દેવાયતને ફરી એરણનો ઘા મારવા જણાવ્યુ. આ દ્રશ્ય દેવાયત પંડિત ફાટી આંખે જોઈ રહ્યા. આમ દેવાયતનો અહં ઓગળી ગયો અને દેવાયતે દેવતણખીનો હાથ પકડી લીઘો. અને મનમાં પશ્ચાતાપ થયો. અમુક કિસ્સામાં આ ઘટના દેવતણખીના પુત્રી લીરલબાઈના નામ સાથે પણ જોડાયેલ છે. આમ દેવાયત પંડિતની આંખે ચડેલા અજ્ઞાનનાં પડળ ઊતરી ગયા. પંડિતાઈ પાસે ભાવનાભરી ભક્તિનો વિજય થયો.

દેવાયત પંડિત મહાપંથ સાથે સંકળાયેલા છે. તેમની રચનાઓમાં જેણે મનને વશ કરી લીધુ છે એવા સંત-ભકતોના લક્ષણો, કામ-ક્રોધને વશમાં રાખવાની શિખામણ આપતો સાધુનો ધર્મ જોવા મળે છે. સતી દેવળદે સાથેનું દેવાયત પંડિતનું દાંપત્યજીવન કવિત્વમય છે. દેવળદે પણ સંત કવયિત્રી હતા. દેવાયત પંડિતનાં ભજનમાં પળેપળે અનિત્ય ભાસતી આ પૃથ્વી એક દિવસ લય પામશે એ કલ્પના આગળ તરી આવે છે. દેવાયત પંડિતનાં આગમમાં જે કાંઈ લખ્યુ છે તે કલ્પના છે કે તેને કોઈ અગમ્ય શક્તિનો સાક્ષાત્કાર થયો અને લખ્યુ છે તે ગહન વિષય છે પરંતુ તેનાં આગમ અમુક અંશે સાચા જણાતા આવે છે.

[ફેરફાર કરો] પ્રચલિત ભજનો dinesh.B.Vadasan-9377209292T.vijapur J.Mhesana/Bhathi Vesan/Amrat Roppur/AllF
9:41am 12-11-2009
Dinesh.B.Vadasan
Jay Valinath
પૂર્વ પશ્ચિમ શંભુ ચડશે એંશી હજાર-લાખ જોધાર ભજન
પૂર્વ પશ્ચિમ શંભુ ચડશે એંશી હજાર-લાખ જોધાર હો જી,

ભગવા છે ઘોડા ને ભગવી છે ટોપી, ભગવા નિશાન ફરકશે હો જી.

ઉતરખંડથી હનુમો ચડશે એંસી હજાર-લાખ ઘોડા રે હો જી,

રાતા છે ઘોડા ને રાતી છે ટોળી, રાતા નિશાન ફરકશે હો જી.

પાતાલદેશથી કાળીનાગ ચડશે, એંસી હજાર-લાખ ઘોડા રે હો જી,

કાળા છે ઘોડા ને કાળી છે ટોપી, કાળા નિશાન ફરકશે હો જી.

બાર બાર મણની કમાનુ ઝાલશે, તેર તેર મણના ભલકા હો જી,

હનુમાન જોધા ત્યાં જઈ લડશે, કાળીંગાને મારશે હો જી.

બાર બાર મણના ડંકા ઝીલશે, જઈ પાવે પહોંચાડશે હો જી,

પાવાનો પતાઈ રાજ કરશે, તે દિ' કાળીંગાને મારશે હો જી.

અમદાવાદથી પાવા સુધી, પિતળની ધાણી મંડાશે હો જી,

કુડીયા કપટીયા ભુવા, પાવરિયાને ધાણીએ ધાલશે હો જી.

સોળ કળાનો સુરજ ઊગશે, તે દિ' તાંબાવરણી ધરતી થશે હો જી,

નવસે નવાણુ નદીઓ તુટી જશે, તે દિ' રેવાજી પાઘડી પને થશેજી.

મેઘાને માથે સોનાનુ બેડુ, તે દિ' નકળંગ નાળિયેર ઝિલશે,

આબુગઢ જુનાગઢ તોરણ બંધાશે, તે દિ' નકળંગ નાર પરણશે.

સોળ સે સતાણુ વરસ, અઠાણુ નવાણુ સાલમાં થશે હો જી,

દેવાયત પંડિત ઈમ વદે, તે દિ' નકળંગ નાર પરણશે હો જી.

દેવાયત પંડિત
dinesh -9377209292/Bhathi Vesan/Amrat Roppur/AllF
9:37am 12-11-2009
dinesh vadsan
Jay Valinath
ધણીની વાટુ જોતા ધણીનો મારગડો નિહાળતા ભજન
એ ધણીની વાટુ જોતા ધણીનો મારગડો નિહાળતા,

અસલ જુગ તો જતા રિયા,

એવી દીધી વાસા પાળો અમ ઘરે આવો આતમરામજી.

આકાશે દેવતા સમરે, હા એ ધણીને પાતાળે ભોરીંગ,

માનવી મ્રૂતલોક સમરે, સમરે સરગાપરનો નાથ.

અંતક્રોડે સાધુ સમરે, હા એ ધણીની મેઘ જપે માળા,

વિશ્વાસ ઊભી વાટનો ભાઈ, એને કંઠડે વરમાળ.

સાહેબના મોલ હીરે જડિયા, હા રે ધણીના રત્ન જડિયા થંભા,

મીરા મો'લ પધારેશે ભાઈ, એને ટોડે નહીં તાળા.

પશ્ચિમના ધણી પાટે પધારો, હા રે જુગપતિ દીધી વાસા પાળો,

લીલુડે ઘોડે ચડી ભાઈ હંસલે ઘોડે ચડી, તારી મેદની સંભાળો.

બોલિયા દેવાયત પંડિત, હા રે જુગમાં કરો જેજેકાર,

કાળીંગારો કોપ ટાળો, સાહેબ સતશણગાર.

દેવાયત પંડિત
dinesh -9377209292/Bhathi Vesan/Amrat Roppur/AllF
9:34am 12-11-2009
dinesh vadsan
Jay Valinath
દેવાયત પંડિત દા'ડા દાખવે ભજન

પહેલા પહેલા પવન ફરુકશે, નદીએ નહિ હોય નીર,

ઓતર થકી રે સાયબો આવશે, મુખે હનમો વીર.

ધરતી માથે રે હેમર હાલશે, સુના નગર મોઝાર,

લખમી લુંટાશે લોકો તણી, નહિ એની રાવ ફરિયાદ.

પોરો રે આવ્યો સંતો પાપનો, ધરતી માંગે છે ભોગ,

કેટલાક ખડગે સંહારશે, કેટલાક મરશે રોગ.

ખોટા પુસ્તક ખોટા પાનિયા, ખોટા કાજીના કુરાન,

અસલજાદી ચુડો પહેરશે, એવા આગમના એંધાણ.

કાંકરીએ તળાવે તંબુ તાણશે, સો સો ગામની સીમ,

રૂડી દીસે રળિયામણી, ભેળા અરજણ ભીમ.

જતિ, સતી અને સાબરમતી, ત્યાં હોશે શુરાના સંગ્રામ,

ઓતરખંડેથી સાયબો આવશે, આવે મારા જુગનો જીવન.

કાયમ કાળીંગાને મારશે, નકળંક ધરશે નામ,

કળિયુગ ઉથાપી સતજુગ થાપશે, નકળંક ધરશે નામ,

દેવાયત પંડિત એમ બોલ્યા, ઈ છે આગમનાં એંધાણ.

દેવાયત પંડિત
dinesh -9377209292/Bhathi Vesan/Amrat Roppur/AllF.
4:15pm 12-10-2009
dinesh vadsan
Jay Valinath
વર્ણવ્‍યવસ્‍થા, કાર્ય અને સાધન
બ્રાહ્મણ : વિદ્યા ભણવી, ભણાવવી, યજ્ઞ કરવો, કરાવવો, કથા, કર્મકાંડ : પંચાંગ
પટેલ : ખેતી, ઢોરઉછેર, ધરતીમાંથી ધાન્‍ય પેદા કરવાનું કામ : હળ, ખેતીનાં ઓજાર
વાણિયો : વેપાર, વ્‍યાજવટાવ, સદાવ્રતોનો વહીવટ : ત્રાજવાં, કાટલાં
સુથાર : લાકડાની બનાવટો, મકાન, બારીબારણાં, ફર્નિચર : વાંસલો-ફરસી
લુહાર : લોખંડનાં ખેતીના ઓજાર, જાળી-ઝાંપા, હથિયારો : ધમણ, હથોડો
સોની : સોના – ચાંદીના દાગીના બનાવવા, મીના કારીગરી કરવી : એરણ, હથોડી
સાળવી : કુદરતી અને કૃત્રિમ રેસામાંથી શાળથી કાપડ વણવું : શાળ, શટલ
કંસારા : ધાતુ ઓગાળવી, નવાં વાસણ બનાવવાં : એરણ, હથોડી, ભઠ્ઠા
દરજી : સુતર, ઊન વગેરે કાપડનું જાતજાતનું સિલાઈકામ : સોય, કાતર
કડિયો : માટી, સિમેન્‍ટ, ચૂનામાં ચણતર, પ્‍લાસ્‍ટર, મકાનો બનાવવાં : ઓળંબો
તરગાળા : ભવાઈવેશ, નાટક, રામલીલા કરવાં : ભૂંગળ
કુંભાર : માટીમાંથી જાતજાતના ઘાટનાં વાસણો બનાવી પકવવાં : ચાકડો, ટપલું
નાઈ (વાણંદ) : ગામની સુખાકારી સાચવવી, સારા – માઠા પ્રસંગે સેવા : હજામત, અસ્‍ત્રો
મોચી : મરેલ ઢોરનાં ચામડામાંથી ખેતીનાં સાધનો, ખાસડાં બનાવવાં : નખલી
ઘાંચી : તેલીબિયાંમાંથી (ઘાણીમાં પીસીને) તેલ કાઢવાનું કામ :બળદની ઘાણી
ધોબી : કપડાં અને કાપડ ધોવાનું, સુઘડ અને સ્‍વચ્‍છ રીતે રાખવાનું : પાણી, કુંડ
માળી : ફૂલછોડ અને ફળોની વાડીઓ ઉછેરવાનું ફૂલના હાર બનાવવાનું
રાવળ : ગધેડાં, ઊંટ ઉપયોગાર્થે પાળવાં, ઢોલ વગાડવો : ઢોલ ત્રાંસા, શરણાઈ
વાઘરી : તળાવડામાં વાડી કરી શાકભાજી પૂરી પાડવી, મરઘાં – બતકાં ઉછેરવાં
રાજપૂત : સમાજના રક્ષણની જવાબદારી એમની છે : તલવાર, ઢાલ, ભાલો
રબારી : ઘેટાં, બકરાં, ગાય વગેરે ઢોર ઉછેરવાં : દોરડું, દેઘડું
હરિજન : હાથવણાટ અને ચામડાંને કેળવવાનું કામ : શાળ
ઠાકરડા : રાજપૂતને પૂરક આ જ્ઞાતિ છે. હવે ખેતીકામ તરફ ધ્‍યાન દોર્યું છે.
સલાટ : પથ્‍થરને કોતરી મૂર્તિ, ઇમારતો બનાવવી : ટાંકણું, હથોડો
પિંજારા : રૂ પીંજીને ગાદલાં, રજાઈ બનાવવાં : પિંજણ
તપોધન : દેવમંદિરોમાં પૂજાકામ અને કડિયાકામ
ભાવસાર : કાપડ પરનું રંગાટી કામ, રંગરેજનું કામ : બીબું, ઘરેલું રંગ
બજાણિયા (સરાણિયા) : ભટકતી આ કોમ ઈંઢોણી, સાદડી, ટોપલી વગેરે બનાવે છે.
કોળી : ખેતી, ખેતમજૂરી
વણઝારા : એક વિચરતી જાતિ, પાલતુ પ્રાણી દ્વારા માલની હેરફેર, પોઠિયા
માછી : માછલાં પકડવાનું કામ કરે છે : જાળ
બારોટ : ભાષાનો કસબી, વાર્તાઓ દ્વારા મનોરંજન પીરસે છે.
નટ – બજાણિયો : વાંસની ઘોડી પર દોરડું બાંધી તેના પર મનોરંજક ખેલ કરનાર.

dinesh Vadasan
2:18pm 12-10-2009
bharat rabari
*જય વાળીનાથ જય ગોગા જય વાદળી મા
લાલ ફુલ ગુલાબ નુ
પીળૉ ચદન હાર
રબારી વંશ નૉ દિકરો
ભરત મારુ નામ
લોઢા મારી શાખ
કામ પડેતો આવજો વેલા
દશાવાડા મારુ ગામ
મો.૯૭૧૨૭-૬૮૨૫૯
મારી વાલિ વિહોતર ને ભરત રબારી ના રામ રામ જય વાળીનાથ
1:59pm 12-10-2009
bharat rabari
૧. દરરોજ ૧૦ થી ૩૦ મિનિટ ચાલવા જાઓ અને હા, ચાલતી વખતે ચહેરા પર હળવું સ્મિત હોય તો ઉત્તમ!

૨. દરરોજ ઓછામાં ઓછી ૧૦-30 મિનિટ માટે એકાંતમાં બેસો.

૩. દરરોજ ૭ કલાક ઊંધો.

૪. જોશ, ઉત્સાહ અને કરૂણા આ ત્રણ મહત્વના ગુણો છે જીવનમાં.

૫. નવી રમતો શિખો/રમો.

૬. ગયા વર્ષે કરતાં આ વર્ષે વધારે પુસ્તકો વાંચો.

૭. ધ્યાન, યોગ અને પ્રાર્થના માટે સમય ફાળવો.

૮. ૭૦થી વધારે ઉંમરના અને ૭થી ઓછી ઉંમરના લોકો સાથે સમય ગાળો. દરરોજ શક્ય ન હોય તો અઠવાડિએ.

૯. જાગતાં સપનાં જુઓ.

૧૦. પ્લાન્ટ (ફેકટરી)માં બનતી વસ્તુઓ કરતાં પ્લાન્ટ(છોડ)માં ઊગતી વસ્તુઓને ખોરાકમાં મહત્વનું સ્થાન આપો.

૧૧. પુષ્કળ પાણી પીઓ.

૧૨. દરરોજ ઓછામાં ઓછા ત્રણ વ્યક્તિના ચહેરા પર સ્મિત લાવો.

૧૩. ચર્ચા/નિંદા/કુથલીમાં સમય ન બગાડો.

૧૪. ભૂતકાળ ભૂલી જાઓ. ખાસ કરીને પતિ/પત્નીની ભૂલો. વર્તમાનકાળનો આનંદ લો.

૧૫. રાજાની જેમ સવારનો નાસ્તો કરો, રાજકુમારની જેમ બપોરનું ભોજન લો

૧૬. દરેક દલીલની સામે જીતી શકવાના નથી, મતભેદ સ્વિકારી લો.

૧૭. સરખામણી કરવાનું છોડો. ખાસ કરીને પતિ/પત્નીની સરખામણી.

૧૮. તમારા સુખનું કારણ ફક્ત તમે છો.

!!જય વાદળી પરીવાર!!

ભરત રબારી (દશાવાડા)
1:51pm 12-10-2009
bharat rabari
ધરતી કે મને ગાયો વાલી,ગાયો કે મને ગોવાળ વાલો,ગોવાળ કે મને ગોગો વાલો,ગોગો કે મને દિવા વાલા, દિવા કે મને નાતવિહોતર વાલી,ખંમા મારી નાતવિહોતર ને,સૌને મારા રામ રામ.
1:47pm 12-10-2009
bharat rabari
ધરતી કે મને ગાયો વાલી,ગાયો કે મને ગોવાળ વાલો,ગોવાળ કે મને ગોગો વાલો,ગોગો કે મને દિવા વાલા, દિવ કે મને નાતવિહોતર વાલી,ખંમા મારી નાતવિહોતર ને,સૌને મારા રામ રામ.

!! જય વાદળી પરીવાર !!

ભરત રબારી (દશાવાડા)
9:32am 12-10-2009
dinesh.B.vadasan
Jay Valinath
ગુજરાતી માલધારી કોપનહેગનમાં સંબોધશે
એક દિવસ પણ સ્કૂલમાં નહીં ગયેલા જેસંગભાઈ છ ભાષાના જાણકાર
જગત આખાને મૂંઝવતા કલાઇમેટ ચેન્જના મદ્દે ચર્ચા કરવા ડેન્માર્કના કોપનહેગન શહેરમાં પરિષદ યોજાઇ રહી છે. જેમાં ભારતના વડાપ્રધાન મનમોહનસિંઘ, અમેરિકી પ્રમુખ બરાક ઓબામા, ફ્રાન્સના પ્રમુખ નિકોલસ સરકોઝી સહિતના વિશ્વનેતાઓ અને તજજ્ઞો વચ્ચે ગુજરાતના એક નાનકડા ગામનો અભણ, ઢોર ચરાવતો પાઘડી અને ધોતિયાધારી માણસ પણ પોતાનું વક્તવ્ય આપશે.

કચ્છ જિલ્લાના અંજાર તાલુકાના મોળસર ગામના જેસંગભાઈ માલધારી છેલ્લા દસકાઓમાં ભારતમાં આવેલા પર્યાવરણીય બદલાવની વાત એક કલાક સુધી ગુજરાતીમાં રજૂ કરશે. કલાઇમેટ ચેન્જ કોન્ફરન્સ કોમ્યુનિટી ચાર્ટર ઉપર બોલવા માટે ભારતમાંથી ચાર લોકોની પસંદગી થઈ છે, જેમાં જેસંગભાઈ પણ એક છે.

છ મહિનાની મહેનત બાદ ભારત સરકારના સહયોગથી દેશની અનેક સ્વેરિછક સંસ્થાએ સાથે મળી ગુજરાત સહિતનાં ૧૧ રાજ્યોમાં આવેલા પર્યાવરણીય બદવાલ વિશે એકતૈયાર કરેવું પેપર ‘ક્લાઇમેટ એક્શન નેટવર્ક ઇન સાઉથ એશિયા’ (કેન્સા)ના નેજા હેઠળ વિશ્વભરના ચિંતકો વરચે રજૂ કરવામાં આવશે.૧૫ ડિસેમ્બરે બેલા સેન્ટર ખાતે કોમ્યુનિટી ચાટર્ર રિલીઝ કરવામાં આવશે, જેમાં જેસંગભાઈ વકતવ્ય આપશે

૫૭ વર્ષીય જેસંગભાઈ માલધારી ‘દિવ્ય ભાસ્કર’ને કહે છે, ‘ જિંદગીનાં ૩૦ વર્ષ મેં પશ્ચિમ અને મઘ્ય ભારતમાં રખડતા- ભટકતા વિતાવ્યાં છે. રાજસ્થાન, ગુજરાત, મહારાષ્ટ્ર, મઘ્યપ્રદેશ, છત્તીસગઢ, આધ્રપ્રદેશ વગેરેમાં મેં ગાયો-ભેંસો ધેટાં-બકરાં ચરાવ્યાં છે. આમ છેલ્લા પાંચ દાયકામાં વાતાવરણમાં આવેલા પરિવર્તનને નજીકથી નિહાળ્યું છે. પર્યાવરણીય અસંતુલન શા માટે થયું તે વિશે હું વાત કરીશ.

જેસંગભાઈ પરંપરાગત માલધારી છે. માથે પાઘડી, કેડિયું અને ધોતી તેનો પોશાક છે. બુધવારની રાતે તેઓ આજ પોશાક પહેરીને કોપનહેગન રવાના થઈ ગયા છે. વર્ષો સુધી દેશના જુદા જુદા ખૂણે ફર્યા હોવાથી તામિલ, તેલુગુ, મરાઠી, મારવાડી સહિતની છ ભાષા તેઓ સારી રીતે જાણે છે. કચ્છમાં રહી સમાજસેવા સાથે ભેંસો અને ગાયો ચરાવતા જેસંગભાઈ થોડા સમય પહેલાં અમદાવાદની મારગ સંસ્થાના સંપર્ક આવ્યા હતા.

જેસંગભાઈની પર્યાવરણીય કોઠાસૂઝ જોઈને મારગ સંસ્થાએ કોમ્યુનિટી ચાટર્ર ઓન કલાઇમેટ ક્રાઇસીસમાં તેમની મદદ લીધી. પર્યાવરણીય કોઠાસૂઝ જોઈ સંસ્થાઓના સંગઠને તેમને કોપનહેગન માટે નોમિનેટ કર્યા. . મારગ સંસ્થાના લાલજીભાઈ દેસાઈ કહે છે કે, ‘જેસંગભાઈ પરંપરાગત રીતે પર્યાવરણનું રક્ષણ કઈ રીતે થઈ શકે તે વાત પણ કરશે.’

જેસંગભાઈએ આ અગાઉ વલ્ર્ડ ફૂડ સમિટ રોમમાં મળી હતી ત્યાં અન્ન સ્વાયત્તતાના મુદ્દા ઉપર વાત કરી હતી. જેસંગભાઈ કહે છે કે, ‘આજે આપણે ભલે આધુનિક બન્યા હોઈએ મારો અનુભવ કહે છે કે પશુઓની રહેણીકરણી ઉપરથી ખબર પડી જાય છે કે પર્યાવરણમાં કેવા ફેરફાર આવી શકે છે.’

વરસાદના અભાવે વતન છોડ્યું !

કરછમાં વરસાદના અભાવે જેસંગભાઈ ૨૦ વર્ષ સુધી આંધ્રપ્રદેશ, મહારાષ્ટ્ર અને છત્તીસગઢમાં રહ્યા છે. કરછમાંથી માઇગ્રેશન કરીને તેઓ ગાયો, ભેંસો અને ધેટાં ચરાવતાં હતાં. સ્થાનિક લોકો સાથે રહી જેસંગભાઈ તામિલ, તેલુગુ અને મરાઠી શીખ્યા છે. ઉપરાંત રાજસ્થાન અને મઘ્યપ્રદેશમાં પણ તેઓ કેટલોક સમય રહ્યા છે. ૧૯૯૭ બાદ તેઓ કચ્છમાં સ્થાયી થયા છે.

આંતરરાષ્ટ્રીય સંમેલનમાં શું વાત કરશે?

ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન સહિત અન્ય રાજયમાં છેલ્લાં વર્ષોમાં ઠંડી, ગરમી અને વરસાદની સિઝનમાં આવેલા પરિવર્તન વિશે વાત કરશે. બન્નીનું મેદાન શા માટે સુકાઈ ગયું? ત્રણ દાયકા પહેલાંનું આંધ્રપ્રદેશ, ગુજરાત, છત્તીસગઢ કેવું હતું અને આજે ત્યાં શું છે વગેરે કહેશે.
Messages: 271 until 285 of 518.
Number of pages: 35
Newer16 17 18 [19] 20 21 22Older