The owner of this guestbook has (temporarily) disabled adding new messages.
Message:

4:27pm 08-26-2010
Anand Rayka,Visnagar
Rabari Samaj Na Darek Bhai-Baheno Ne Anand Rayka Na JAY VALINATH and JAY GOGA BAPA.Ane Darek Jan Sari Pragati Karta Raho Tevi Mari Bhagvan Valinath Tatha Goga Maharaj Ne Prathna.
4:12pm 08-26-2010
Anand Rayka,Visnagar
Darek Rabari Samaj Na Bhai Mitro Ne Anand Desai Na Ram Ram.
2:24pm 08-25-2010
ramesh desai, palaj
jay valinath...
6:24pm 08-21-2010
barariya prakash
26/8/2010 na roj savare 12:39 valinath mandir nu khatmuhurt che to sarv ne padharva vinanti.
-by p.r.ahir(katch)
6:20pm 08-21-2010
prakash ahir
jay valinath
9:13am 08-21-2010
alkalpesh alpesh
jay valinath namo narayan bhoomi poojan 26/08/2010 na roj rabari samaj ne bhav bharyu amantran
12:29am 08-20-2010
NILESH DESAI
I AM STUDENT OF GANAPAT UNIVERSITY.I AM FROM DEDIYASAN. MY CONTACT NO. 97 25 25 28 28
12:13am 08-20-2010
NILESH DESAI
NAVIN MANDIR NA KHAT-MUHURT PRASANGE HARDIK AMANTRAN. DATE:26/8/2010
4:00pm 08-08-2010
Raju Desai
Jay Valinath,

933] "Nayan Malta Nayan Sarmai Jase,
Man Malta Man Harkhai Jase,
Jindagi che to maa-Baap ni Seva Kari Jojo,
Swarg Shu Chhe ?
Te Jivta Jivta Samjai Jase....."

Regards,]]]Raju Desai
At Po. Sanodarda
3:54pm 08-02-2010
DESAI TEJMAL RAMSING
ત૨/૮/૨૦૧૦

ન્યાત વિહોતર ને તેજમલભાઇ (બુટ્ટાપાલડી) ના ૐ નમો નારાયણ ! જય વાળી નાથ !
જય વડવાળા દેવ ! બાપજી સીતારામ ! ૐ નમો નારાયણ ! જય વાળી નાથ !

• કુળદેવી હિંગળાજ‎ > ‎
હિંગળાજ યાત્રા (પાકિસ્તાન)

પાકિસ્તાન ખાતે રેગિસ્તાન વિસ્તારમાં બલૂચિસ્તાન જિલ્લાના લાસબેલા ખાતે પર્વતીય પહાડોમાં હિંગોળા નદીના કિનારે, ૮૪ શકિતપીઠોમાંના એક એવું શકિતપીઠ હિંગળાજ માતાજી નું મંદિર આવેલ છે. ભારત-પાકિસ્તાન સીમાંકનો ઉપર વર્તાતા ત્રાસવાદ અને કટ્ટરતાવાદથી ઉપર હિન્દુ સંસ્કૃતિના ચારદિશામાં બિરાજમાન શકિતપીઠો પૈકીનું શકિતપીઠ પાકિસ્થાનમાં પૂજનિય બનવા પામ્યું છે. મુસ્લીમો પણ આ મંદિરે માથું ટેકવવા આવી રહયા છે તથા માતાજીની બાધા - માનતા રાખી રહયા છે. મુસ્લિમો આ તિર્થને "નાનીમાઈ" કે "નાનીબીવી"ના નામથી ઓળખે છે. પ્રાચિન સમયમાં અહિંથી મળતા પથ્થરનો ઉપયોગ સાપનું ઝેર ઉતારવા થતો હતો. એટલે આને દર્દોના નિવારણનું તિર્થ માનવામાં આવે છે.

દંતકથા પ્રમાણે જ્યારે સતિના મૃત્યુ પછી શીવજીનો ગુસ્સો રોકવા સતિના શરીરના ટુકડા લઈ જવામાં આવી રહ્યા હતા ત્યારે તેમના માથાનો ભાગ અહિં પડ્યો હતો. આ શક્તિપીઠની બહાર ભૈરવનું સ્થાનક છે, જે "ભીમલોચન" તરીકે ઓળખાય છે. પ્રાચિન ગ્રન્થો પ્રમાણે અહિં "બ્રહ્મદ્રેય" નામનું મહત્વપૂર્ણ તત્વ છે. રામાયણમાં રાવણની હત્યા બાદ બ્રહ્મહત્યાના પાપથી મુક્ત થવા શ્રીરામ આ તિર્થ પર આવ્યા હતા તેમ માનવામાં આવે છે. ઋષી દધિચિએ હિંગળાજ માતાને જે મંત્ર સમર્પિત કર્યો હતો તે નીચે પ્રમાણે છે,

"ૐ હિંગુલે પરમ હિંગુલે અમૃતરુપીણી તનુ શક્તિ મનઃ શીવે શ્રી હિંગુલાઈ નમઃ (સ્વાહા)"

અનુવાદઃ "હે! હિંગળાજમાતા, જે સ્વયંમાં અમૃત ધારણ કરેલ છે, જે શીવમાં એકાકાર છે, તેમને અમે વંદન કરીએ છીએ, તેઓ અમારી પ્રાર્થના સ્વીકાર કરે (સ્વાહા)"

• કુળદેવી હિંગળાજ

હિંગળાજ માતાને ભાવસાર સમાજના કુળદેવી માનવામાં આવે છે. કિવદંતી અનુસાર પરશુરામે જ્યારે પૃથ્વીને ક્ષત્રીયવિહોણી કરવાની પ્રતિજ્ઞા કરી ત્યારે ભાવસિંહ અને સારસિંહ નામના બે રાજકુમાર પરશુરામના પ્રકોપથી ચિંતિત થઈને મા હિંગળાજની શરણમાં ગયા અને માતાએ તેમને અભય વચન આપી પરશુરામથી એમનું રક્ષણ કર્યુ. તેમના વંશજો આગળ ચાલીને ભાવસિંહ અને સારસિંહના નામ પરથી ભાવસાર કહેવાયા.
અન્ય એક માન્યતા અનુસાર, પ્રાચિન સમયમાં હાલના ગુજરાતથી સિંધમાં લોકો કપડાં-ઝવેરાત અને ઘોડા ના વ્યાપાર અર્થે અવર-જવર કરતાં. આ માર્ગ રણ અને જંગલમાં થઈ જતો અને અહીં લૂટારાઓનો ભારે ત્રાસ હતો. વ્યાપાર અર્થે જતા આ લોકો પર એકવાર લૂટારા ત્રાટક્યા ત્યારે મા હિંગળાજે તેમનું રક્ષણ કરી તેમને બે રખેવાળ "ભાવ" અને "સાર" સોપ્યા. આમ માતાનું રક્ષણ પામેલી આ કોમ અને રખેવાળના વંશજો આગળ ચાલી ભાવસાર કહેવાયા. આજે પણ ભાવસાર સમાજનો મુખ્ય વ્યવસાય કપડાના રંગકામ અને સજાવટ માનવામાં આવે છે. આ જ્ઞાતિના લોકો આજે ભારતમાં મુખ્યત્વે ગુજરાત, મહારાષ્ટ્ર્, મધ્યપ્રદેશ, રાજસ્થાન અને કર્ણાટક સહિત ઘણા રાજ્યોમાં સ્થાયી થયા છે.

હિંગળાજ માતાનું મૂળ સ્થાનક પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં હોવાનું માનવામાં આવે છે.

આપનો

દેસાઇ તેજમલ રાંમશી
બંગલા એરીયા,કુબેરનગર,
રબારી વાસ, જોગેસ્વરી નગર
અમદાવાદ-૩૮૨૩૪૦ મોબા. નં. – ૯૯૭૮૦ ૮૧૪૦૮
3:01pm 08-02-2010
DESAI TEJMAL RAMSING
ત૨/૮/૨૦૧૦

ન્યાત વિહોતર ને તેજમલભાઇ (બુટ્ટાપાલડી) ના ૐ નમો નારાયણ ! જય વાળી નાથ !
જય વડવાળા દેવ ! બાપજી સીતારામ ! ૐ નમો નારાયણ ! જય વાળી નાથ !

આપણા સમાજ વિષે વિશેષ જાણીએ..........
આગવો રાહ ચિતરનાર આ સમાજ છે. આ સમાજ ના જેટલા ગુણગાન ગાઇએ એટલાં ઓછાં છે. અન્ય સમાજો એ આ સમાજ પાસે થી ઘણું શીખી અને મેળવ્યું છે. હિંદુ સમાજ માં અરે હવે તો મુસ્લિમ સમાજ માં પણ સમુહ લગ્ન નો વિચાર આપણે તો આપ્યો છે. અરે ભાઇ ! આપણા માં એક કહેવત છે કે “ હતું એનું ગયું અને નહોતું એનું થયું “ રબારી સમાજ માં એકતા, ભાઈચારો, એક-બીજા ની આબરું સાચવવી તથા અરસ પરસ એક બીજાનું ઢાંકણ થવા ની ઉત્તમ ભાવના હતી. એક જ માંડવે ૧૦૦-૧૦૦ જાનો આવી હોય અને એવા માંડવે વિવાહ મહાલ્યા હોય તેવા મુછાળા એમના જમાના ના નરબંકા આપણા ઘૈઢિયા હજુ પણ આપણી વચ્ચે જ છે ને ? આવો હજુ પણ જુના જમાના ની જે સારી બાબતો હતી અને હાલ આધુનિકતા ની આંધળી દોટ ના કારણે જે વિસરાઇ ગઇ છે તે ને પુન: સ્થાપિત કરવા તેઓની પાસે પ્રેરણા લઇએ, હજુ પણ સમય છે. માવતર ની સેવા એજ આપણો પરમ ધર્મ છે એવા ઉચ્ચ ધાર્મિક સંસ્કારો હજુ આપણા લોહીમાં છે. અને એટલે જ આપણા પૂર્વજો ના પુણ્ય પ્રતાપે, આ સમાજ માં, હજુ આવા હળાહળ કળિયુગ માં પણ બેટા ના ઘરે જ તેઓનો લાડલો બેટો પોતાના માવતર ની સેવા કરે છે ! આપણા માવતર ની સેવા માટે બેટા નું ઘર (ઘરડા ઘર) સુમ સામ વગડા વચ્ચે નથી. આપણા માવતર તો તેમના સંતાનો ની કિલ્લોલ અને કલરવ વચ્ચે ખુબ જ સુખમય અને આનંદ મય જીવન પસાર કરે જ છે ને ! અને આથી જ અંતકાળે પણ તેઓ તેઓની લીલી-વાડી વચ્ચે તેઓ ના સંતાનો ને તથા સગાસ્નેહિઓ રુપ સમાજને પણ અંતરના આશિષ દેતા પરમપિતા પરમાત્મા ના દરબાર માં તેઓ ના શુભ કર્મો સાથે જાય છે. આવા આપણા માવતરોએ તેમના પૂર્વજોની આપણા કરતાં પણ વિશેષ સેવા કરેલી જ છે. એટલે તો તેના પુણ્ય પ્રતાપે તેઓ ની સેવા માટે ના આ સંસ્કારો આપણને તેઓના દ્વારા જ મળ્યા છે ને ? હજુ આપણે તે પુણ્ય પરવાર્યા નથી.
સમુહ લગ્ન ના રિવાજ થી આખો રબારી સમાજ એકબીજા થી પરિચિત રહેતો. એક બીજાના ખબર અંતર પૂછી સુખ દુખ માં એક બીજા ને મદદરૂપ થતો. અને વળી આખો સમાજ એક છત્ર નીચે ભેગો થવા થી જાણે ન્યાત ગંગા નો મેળો રચાયો હોય તેવું વાતાવરણ રહેતું. પવિત્ર વિહોતર ના મેળાવડા માં ભગવાન ની હાજરી હોય જ એ સ્વાભાવિક છે. આમ આખી વિહોતરની સાક્ષીએ, વિહોતર ના આશીર્વાદ સાથે જે નવ દંપતી સંસાર રૂપી રથમાં સવાર થતાં હોય તેના સંસાર ની બાગડોર ભગવાન જ સંભાળી લે ને ? અને એટલે જ ભૌતિક સુખ સગવડો ઓછી હોવા છતાં ગાયો તથા માલઢોર લઇ છેક મારવાડ, મેવાડ, સિંધ, અરે ! છેક ગંગા ની શેર (ગંગા યમુના નાં મેદાનો ના પ્રદેશો)સુધી આપણા પૂર્વજો પરદેશ ખેડતા. આમ ઘણી જ તકલીફો વાળું જીવન હોવા છતાં એક બીજાને અનુરૂપ થઇ સૌ આનંદ થી સુખ રુપ રહેતા. માતાઓ ની તો વાત જ શું કરવી. તેઓ તો કોઇ પણ કામ ને આપણી આજની આધુનિક બહેનો ની જેમ વેઠ થોડી ગણતી હતી ? અત્યારે મોટા ભાગે બહેનો વચ્ચે ઘરોમાં કામની બાબતે જ તો કંકાસ થતા હોય છે ને ? વહેલા પરોઢિયે ઊઠવું , પોતાના કુટુંબ ના તમામ સભ્યો માટે દરરોજ પાંચ શેર કે દશ શેર જરૂરિયાત મુજબ દળણું દળવું. અનાજ દળવાની સાથે જાણે ભગવાને પોતાના કુટુંબ ની સેવા માટે તેમને મોકો આપ્યો છે એમ માની પ્રભુ ના સ્મરણ રુપ વહેલા પરોઢે ઘંટુલા ના સુરે કોકિલ કંઠે પ્રભાતિયાં ની મીઠાસ નો રશ તે ઘંટી ના આટામાં ભેળવી દેતી. અને તે અમૃત રસ સભર અન્ન ખાઇ કુટુંબ ના તમામ સભ્યો ખુબજ હૃષ્ટપુષ્ટ , ખડતલ અને નીરોગી રહેતા. અનાજ દળ્યા બાદ માલ ઢોર ને દોહવાં ,દૂધ થાળે પાડવું, વલોણું કરવું, માથે હેલ મુકી પાણી ભરી લાવવું અને આ કામ પરવારી પાછું શિરામણ ( ઘેંશ-છાસ-દૂધ કે રાત ના વધેલા રોટલા નો નાસ્તો) માટેની તૈયારી કરવી. ઘરના તમામ સભ્યો ને શિરામણ આપી ગવાંતી માટે ભાતું તૈયાર કરવું. ગવાંતી પોતાનો માલ લઇ વગડો ખુંદવા જાય ત્યાર બાદ ઘરનાં અન્ય તમામ બાકી કામ જેવાં કે ભરત, ગૂંથણ, સીવણ વગેરે તે આવે ત્યાં સુધી કરવાં અને ફરી પાછું દોહવું, બાંધવું તથા દિવસ નાં બાકી કામ પરવારી વાળું પાણી કરી બાઇઓ ભેગી થઇ “પરભુજી વનમાં ચારે ગાયો...... જેણી વગાડે વાંસળી રે લોલ.... “ તાલ બધ્ધ રીતે બે-પાંચ ગાઉ સુધી વગર લાઉડ સ્પીકરે સંભળાય તેવા ઊંચા રબારવા સાદે ગાણાં ગાય. અને વળી સારા ભલા પ્રસંગોએ ગવાતા શાસ્ત્રી ગાણાં ની તો વાત જ શી કરવી ? પાંચ સાત બાઈઓ એકબીજા ના ખભે હાથ રાખી જ્યારે લાંબા લાંબા સામવેદિય શાસ્ત્રીય સ્વરોમાં ગાણાં ગાતી હોય ત્યારે તો અનોખું વાતાવરણ સર્જાતું. ખરેખર હજુ આ સમાજ માં વૃદ્ધ કાકીઓ અને દાદીઓ ની હયાતી છે ત્યાં સુધી હાલ ગવાતાં વરણાગી ગાંણાં ની જગ્યાએ આપણી બહેનો જુનાં સાસ્ત્રી ગાણાં શિખી લે તો આ સમાજની પુરાતન સંસ્કૃતિ ને બચાવવાનો ખુબ ઉપકાર થશે. ભગવાન શ્રી કૃષ્ણએ ભગવદ ગીતા દશ મા અધ્યાય ના ૨૨ મા શ્લોકમાં જ કહ્યું છે કે “

વેદાનાં સામવેદોસ્મિ દેવાનામસ્મિ વાસવ: ઇન્દ્રિયાણાં મનશ્ચાસ્મિ ભૂતાનામસ્મિ ચેતના !! “
અર્થાત્, હે અર્જુન ! “વેદોમાં હું સામવેદ અર્થાત્ પૂર્ણ સમત્વ આપનાર ગાન (સંગીત) છું. દેવો માં હું તેમનો અધિપતિ ઈન્દ્ર છું અને ઇન્દ્રિયોમાં હું મન છું ; કારણ કે મનના નિગ્રહ થી તો હું જાણી શકાઉં છું. તથા પ્રાણીઓ માં હું ચેતના છું. “ ભાઈઓ ! મારા વ્હાલા પ્રભુ ના પ્રેમિયો ! તમને તમારી પરંપરા જાણીને આશ્ચર્ય ઉપજે તેવી એક વાત છે... ચારે વેદો ના વિશ્વ પ્રસિધ્ધ આર્ષ ભાષ્યકાર પંડિત વિષ્ણુ પ્રસાદ સાંકળેશ્વર વેદોના ભાષ્ય વખતે રબારી સમાજ ની ખાસ નોંધ લઇ ખુબજ હર્ષથી લખે છે કે “ આજે ભગવાન કૃષ્ણ ના અવતાર ને આસરે પાંચ હજાર વર્ષ પૂર્ણ થયા પછી પણ વેદો ના બિજ સ્વરુપ એવા સામવેદ ના ગાન ને કંઇક અંશે જાળવી રાખ્યું હોય તો તે કહેવાતો અભણ, વગડે વગડે પોતાના પશુધન સાથે જીવનનો સંઘર્ષ ખેલતો,અત્યંત ભોળો એવો રબારી સમાજ છે. આ સમાજ પોતાના પશુધન સાથે જ્યારે વગડા વચ્ચે ડેરો નાખી રાત ના સમયે પોતાની ઈષ્ટદેવી મા... ને એક વિહ્વળ બાળક ની જેમ રેંડી, રેંગડી કે સરજુ ( મા ના વિયોગે જેમ બાળક આર્તનાદ કરે તેવું રુદન) દ્વારા પોતાની વ્હાર કરવા પોકારતો હોય, ત્યારે અને આ સમાજની સ્ત્રીઓ જ્યારે આનંદ કે શુભ અવસરે ગાણાં ગાતી હોય કે પછી મૃત્યું જેવા અશુભ પ્રસંગે જ્યારે રુદન કરતી હોય ત્યારે લાંબા લાંબા સ્વરે રબારી સિવાય ની અન્ય જ્ઞાતી નો કોઇ માણસ ન સમજી શકે તેવા આલાપો માં સામવેદ ના ગાન સ્વરો સચવાઇ રહ્યા છે. “ રબારી સમાજ માટે આનાથી વિષેશ ગૌરવવંતી બાબત ક ઇ હોઇ શકે ?
આપણા પૂર્વજો જે ખુમારી ભર્યું ઉલ્લાસમય અને આપણ ને પણ ગૌરવ ઉપજે તેવું જીવન જીવી ગયા તેના મુળમાં આપની જુની લગ્ન સંસ્કૃતિ હતી. જેને આખી વિહોતરના આશીર્વાદ હતા. આવો ! જ્યારે આપણા જુના રીવાજ ના ચિલે આજના અન્ય પ્રગતીશીલ સમાજો ચાલવા માંડ્યા છે ત્યારે આપણે આપણા પૂર્વજો નો તે ચિલો ચાલું રાખી તેઓનું સાચા અર્થમાં તર્પણ કરીએ. આ સમાજ ના શ્રેષ્ઠિઓ પોતાની દિકરીઓ ને આવા સમુહ લગ્નો માં જ પરણાવી, પોતે શ્રેષ્ઠ હોઇ, સમાજ માં ઉદાહરણ રુપ બને. ઈશ્વરકૃપા એ તેમની પાસે વધારે ધન હોય તો આવા સમૂહલગ્ન યોજનાર સેવાભાવી સમાજ સેવકો નું ટ્રસ્ટ રચી તેમાં મુક્તમને દાન કરી, કરાવી દરેક પરગણાના તાલુકા મથકે અથવા સમાજ નક્કી કરે તેવાં સૌને અનુકૂળ આવે તે સ્થળોએ સમૂહલગ્ન રૂપી યજ્ઞો નું આયોજન કરીએ. અને તેમાં આપણી સેવા ની આહુતી આપીએ.....

આપનો

દેસાઇ તેજમલ રાંમશી
બંગલા એરીયા,કુબેરનગર,
રબારી વાસ, જોગેસ્વરી નગર
અમદાવાદ-૩૮૨૩૪૦ મોબા. નં. – ૯૯૭૮૦ ૮૧૪૦૮
5:39pm 07-26-2010
DESAI TEJMAL RAMSING
ઓમ નમો નારાયણ ; વાળીનાથ મહારાજ ની જય; સદ્ ગુરુ શ્રી બળદેવગીરી બાપુની જય
ગુરુપૂર્ણીમાના શુભ દિને પરમ પૂજ્ય ભા ના ચરણાનુરાગી દેસાઇ તેજમલ રાંમશી, શાખે- અજાણા ગામ –બુટ્ટાપાલડી તા.જી. મહેસાણા ના ઓમ નમો નરાયણ........
પિતાજીનું શ્રાદ્ધ – નરસિંહ મહેતા
પુત્ર વિયોગને લગભગ છ માસ પસાર થયા બાદ શ્રાદ્ધના સો આવ્યા. સામાન્ય રીતે ગુજરાત-કાઠિયાવાડનાં બધાં લોકો ભાદરવા મહિનાના પિતૃપક્ષમાં પોતપોતાના પિતૃઓને નિમિત્તે પિંડદાન કરી શ્રાદ્ધવિધિ કરે છે. અને તે દિવસે બ્રાહ્મણોને તેમ જ સગા-સંબંધીઓને ભોજન કરાવે છે. નરસિંહ મહેતાના પિતાજીની શ્રાદ્ધ તિથિ સાતમી હતી. મોટાભાઈ બંસીધરે તે દિવસે શ્રાદ્ધ કરવાનું નક્કી કરી, આગલા દિવસે બ્રાહ્મણને અને અન્ય જ્ઞાતિબંધુઓને ભોજનનાં આમંત્રણ આપી દીધાં. કુળના રિવાજ મુજબ તે નરસિંહરામને ઘેર પણ નોતરું આપવા આવ્યા અને કહ્યું – ‘નરસિંહ ! કાલે પિતાજીનું શ્રાદ્ધ છે, એટલે હું તને સહકુટુંબ મારે ત્યાં જમવાનું આમંત્રણ આપવા આવ્યો છું. તારી પત્નીને તો આજે જ મોકલી આપજે, કારણ કે ત્યાં ઘણાં પ્રકારનું કામ-કાજ રહેશે. તું પણ કાલે સવારે સાત વાગ્યા સુધીમાં આવી જજે, વૈરાગીઓના અખાડામાં એક દિવસ ન જતો.’
નરસિંહરામે અત્યંત શાંત ચિત્તથી જવાબ આપ્યો – ‘મોટાભાઈ ! સાધુ-સંતો તો મને પ્રાણથીયે વધુ પ્યારા છે. તેથી હું તો સંતોની સેવા કરીને જ આવીશ. મારી પત્ની પણ ભગવાનનું નૈવેધ તૈયાર કરીને પછી જ કાલે આવશે.’
‘અહો હો ! ભીખ માગી માગીને સાધુઓની સેવા કરવાનો દંભ કરનારનો આટલો મિજાજ !…. જો તું આટલી બે-પરવાહી રાખે છે તો પછી પિતાજીનું શ્રાદ્ધ પણ કેમ નથી કરી લેતો ? પાસે એક ફૂટી કોડીયે નથી અને અભિમાનનો પાર નહીં !’ બંસીધર ક્રોધથી લાલચોળ થઈ બોલ્યો.
‘મોટાભાઈ ! આપની આજ્ઞા છે તો હું પણ પિતાજીનું શ્રાદ્ધ કરીશ. અને મારી શક્તિ અનુસાર બે-ચાર બ્રાહ્મણોને જમાડી દઈશ. શ્રાદ્ધમાં સગાં-સંબંધી અને જ્ઞાતિ બંધુઓને જમાડવાનો જે પરસ્પર રિવાજ છે, તે જો કે સારો છે; પરંતુ આપણે તો ‘श्रद्धया दीयते अनेनेति श्राद्धम’ એ શાસ્ત્ર-વચનને ભૂલીને જ્ઞાતિજનોને જ સ્વાદિષ્ટ ભોજન કરાવવામાં પોતાના પિતૃઓનો ઉદ્ધાર સમજી બેઠા છીએ તે યોગ્ય નથી.’ પોતાની સ્વાભાવિક શાંતિ સાથે નરસિંહરામે ઉત્તર આપ્યો.
આટલું સાંભળતાં જ બંસીધરને તો દાઝ્યા ઉપર ડામ દીધો ! તેની આંખો ક્રોધથી લાલચોળ થઈ ગઈ અને ઘેર જઈ તેણે બધી વિગત દુરિતગૌરીને કહી સંભળાવી. દુરિતગૌરીનો પારો પણ ઊંચે ચડી ગયો. તેણે દિયર પરનો બધો ગુસ્સો પતિ પર ઠાલવવો શરૂ કર્યો. તે બોલી : ‘તો તમે એ કાળમુખાને ઘેર ગયા જ શું કામ ? હું તો એ ભગત-ભગતાણીને પહેલેથી જ સારી રીતે ઓળખું છું. જો શ્રાદ્ધમાં નહીં આવે તો તેમાં આપણું શું બગડી જવાનું હતું ? કાનખજૂરાનો એક પગ કપાઈ જવાથી શું એ લંગડો થઈ જાય છે કે ?’

આ બાજુ નરસિંહ મહેતાએ શ્રાદ્ધ કરવાનું નક્કી કરી નાખ્યું. પણ ઘરમાં એક શેર અનાજનુંયે ઠેકાણું ન હતું. છતાંયે ભક્તરાજ તો નિશ્ચિંત હતા. તેઓ તો પોતાના એક માત્ર સ્વામી ભગવાનની સામે બેસીને કીર્તન કરવા લાગ્યા. માણેકબાઈએ તેમની બેફિકરાઈ જોઈ, પાસે જઈ કહ્યું – ‘સ્વામીનાથ ! આપે આવતી કાલે પિતાજીનું શ્રાદ્ધ કરવાનો નિશ્ચય કર્યો છે, અને ઘરમાં શેરભર પણ અનાજ નથી. પહેલાં એની વ્યવસ્થા કરવી જોઈએ.’
‘પ્રિયે ! પહેલાં મને ભગવાનનું ભજન કરી લેવા દે, પછી હું બજારમાં જઈ થોડી સામગ્રી ઉઘાર લઈ આવવા પ્રયત્ન કરીશ. જો કંઈ ઉધાર મળ્યું તો ભલે, નહીં તો મારો નાથ જાણે અને પિતૃઓ જાણે.’ ભગતે ઉત્તર આપ્યો.
‘સ્વામી, આપણે પરમાત્માને નાથ તો માની બેઠા છીએ પણ એમને ત્યાં ન્યાય ક્યાં છે ? જુઓને, મોટા ભાઈને ઘેર અઢળક સંપત્તિ છે અને આપણને પેટ ભરવાની ચિંતા ઘેરી રહે છે.’ આટલું બોલતાં માણેકબાઈની આંખોમાંથી આંસુની ધારા વહેવા લાગી.
‘સાધ્વી ! તું ઘણી વાર આવી ઘૃણિત અશ્રદ્ધા વ્યક્ત કરી મિથ્યા ભાષણ કરે છે. આજે પણ તેં મારા નાથ પર વ્યર્થ દોષારોપણ કરી નાખ્યું. ભગવાન તો ન્યાયી અને અત્યંત દયાળુ છે. તેમને ત્યાં પાપ-પુણ્યના બરાબર લેખાં-જોખાં થાય છે. મારું દુર્ભાગ્ય છે કે તું મારી અર્ધાંગિની થઈને પણ અશ્રદ્ધાનો ભાવ ધરાવે છે. પ્રિયે ! હું વારંવાર કહી ચૂક્યો છું અને આજે પણ કહું છું કે જે સાચું સોનું હોય છે, તેને જ ઘર્ષણ, છેદન, તાપન અને તાડન આદિ દુ:ખો સહન કરીને કસોટી પર ચડવું પડે છે. સોની માટે તો એ જ ઉચિત છે કે તે લોખંડ આદિ અન્ય હલકી ધાતુઓની પરીક્ષા ન કરે, પણ શુદ્ધ સોનાની જ પરીક્ષા કરે, વાસ્તવમાં આજે આપણી કસોટી થઈ રહી છે, અને આવી કસોટી એ જ મનુષ્યની સાચી પરીક્ષા છે. મને તો દઢ વિશ્વાસ છે કે પરમપિતાના દરબારમાં ક્યારેય ભૂલથી પણ અન્યાય નથી થતો.’ નરસિંહરામે ખૂબ જ ભારપૂર્વક અને ભાવપૂર્વક પત્નીનું સમાધાન કર્યું.
‘નાથ ! ક્ષમા કરો, મારી આંખ ઊઘડી ગઈ છે. હવે પછી કદાચ આનાથી કોઈ અધિક વિપત્તિના દિવસો આવશે તો પણ હું વિચલિત નહીં થાઉં અને પરમ કૃપાળુ જગન્નાથ પર પૂર્ણ વિશ્વાસ રાખીશ. મારી પાસે આ જે બે માસા સોનાના બૂટિયો છે તે વેચીને આવશ્યક સામગ્રી લઈ આવીએ અને કાલનું કામ પતાવી દઈએ.’ આટલું કહી તેણે કાનમાંથી આભૂષણ કાઢી, મહેતાજીના હાથમાં મૂક્યા. સાચી અર્ધાંગિની એ જ છે કે જે પતિને આપત્તિના સમયે ધીરજ આપી, તેના દુ:ખમાં ભાગીદાર બને.
धीरज धर्म मित्र अरु नारी।
आपद काल परिखिअहिं चारी ॥
નિર્ધન સ્થિતિમાં જ સ્ત્રીની પરીક્ષા થાય છે. માણેકબાઈના દાગીના લઈ મહેતાજી બજારમાં ગયા અને તે વેચીને તેમણે કેટલીક જરૂરી ચીજ-વસ્તુઓ ખરીદી. માત્ર ઘી લેવાનું બાકી રહી ગયું. અન્ય વસ્તુઓ લઈ તેઓ ઘેર આવ્યા. માણેકબાઈએ બધી વસ્તુઓ તપાસીને કહ્યું : ‘નાથ ! આટલી સામગ્રીમાં માત્ર છ-સાત માણસો પૂરતી રસોઈ બની શકશે. તેથી ત્રણ-ચાર બ્રાહ્મણો અને પુરોહિતજીને જમવાનું નિમંત્રણ આપી આવો.’
મહેતાજી નાગર-ચોરા પર આવ્યા ત્યાં જ્ઞાતિના કેટલાંક પ્રતિષ્ઠિત લોકો બેઠા હતા. ભક્તરાજને જોઈ પ્રસન્નરાય નામના એક નાગર હસતા હસતા બોલ્યાં : ‘કેમ ભગતજી ! કઈ બાજુ ચાલ્યા ?’
‘ભાઈ ! કાલે પિતાજીનું શ્રાદ્ધ છે, એટલે બે-ચાર નાગર ભાઈઓ અને પુરોહિતજીને ભોજનનું નિમંત્રણ આપવા આવ્યો છું.’ નરસિંહરામે સરળતાથી કહ્યું.
‘તો પછી બે-ચાર ભાઈઓ જ શું કામ ? બાકીનાનો શું વાંક ? શું આ બધા લોકો આપના પિતાજીના શ્રાદ્ધ નિમિત્તે આપને ઘેર આવી ભગવાનનો પ્રસાદ ન લઈ શકે ?’ નાગર જ્ઞાતિના પુરોહિતે મજાકમાં કહ્યું.
‘મહારાજ ! ભગવાનના પ્રસાદના તો સૌ અધિકારી છે. પણ કાલે તો મારા મોટાભાઈને ત્યાં શ્રાદ્ધ નિમિત્તે સમસ્ત જ્ઞાતિને નિમંત્રણ હશે જ, પછી મારા ગરીબને ઘેર આવવાનું કોણ પસંદ કરશે ?’ નરસિંહરામે નિરભિમાન વાણીથી કહ્યું.
‘મહેતાજી ! બંસીધરને ઘરે જ્ઞાતિ-ભોજનનું નિમંત્રણ હોવા છતાં આપે દુ:ખ લગાડવાનું કોઈ કારણ નથી. અમે બધા લોકો આપને ઘેર આવી, ભગવાનને નિવેદિત કરેલ પ્રસાદ અવશ્ય ગ્રહણ કરીશું અને એ રીતે અમારા દેહને પવિત્ર કરીશું, આપની ઈચ્છા પૂરી થઈ જશે.’ પ્રસન્નરાયે બગ-ભક્તિ પ્રકટ કરતા કહ્યું. કોઈની પ્રતિષ્ઠાને કલંકિત કરવા માટે દુર્જનો અત્યંત નમ્ર બની જાય છે. પ્રસન્નરાયના આ ભાવને ત્યાં એકઠા મળેલા બધા નાગર ગૃહસ્થોએ માથા હલાવી ઉત્સાહિત કર્યો. તે સૌએ વિચાર કર્યો કે જો નરસિંહરામ આજે સમગ્ર જ્ઞાતિને આમંત્રણ આપી દે તો જોવા જેવો તાલ થાય. જોઈએ કાલે તે કેટલા માણસોને જમાડવાની વ્યવસ્થા કરી શકે છે. પરંતુ શુદ્ધ હૃદયના માણસને તો સર્વત્ર પોતાની જેમ શુદ્ધતા જ દેખાય છે. નરસિંહ મહેતાએ વિચાર કર્યો કે જ્યારે જ્ઞાતિના બધા પ્રતિષ્ઠિત લોકો ભગવદપ્રસાદની અપેક્ષા રાખી રહ્યા છે, તો તેનો અનાદર કરવો એ
6:41pm 07-25-2010
Bipin Desai
Jay Valinath.

I will wish that our Gura Shri Baladev Giri give us a lots of Ashirwad to All our Vihotar.

Namaskar & Pranam to Guruji.

Regards.

Bipin (Galoli Vasna)
7:04pm 07-24-2010
Bakul Desai
Dear Friends,

Tamne sau Bhai Mitro ne Mara "Jay Gurudev"

B]]Regards
Bakul Khatana/Raju NogohMo. +91-9377825829
3:22pm 07-23-2010
Manoj Desai
He..Ram Ram Mari vali Vihotar ne.....

Mitro "Guru Purnima" no Shubh Avsar have Ghano Najik Avi Rahyo che...
To Aa shubh prasange Guru na Darshan no Labh Levanu Chuksho Nahi..
Ane Guru Dhame Seva Karvano Labh Male To Potani jaat ne Dhanya Ganavasho...Darek Bhai Mitra ne Mara Jay Valinath.....

Regards
Manoj Desai
+91-9998755537
Messages: 196 until 210 of 518.
Number of pages: 35
Newer11 12 13 [14] 15 16 17Older